Virat Kohli : પ્રેમાનંદ મહારાજને લઈને ફલાહારી બાબાના દાવાઓ પર વિરાટ કોહલીનું પહેલું નિવેદન, શું કહ્યું?

📅 Published: October 7, 2026 | 📂 Category: cricket

પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલારી શરણ ઉર્ફે દીપક લોધીના નિધન પછી કેલીકુંજ આશ્રમ સતત ચર્ચાનો વિષય બન્યો છે. આ દરમિયાન આશ્રમ કેલીકુંજને લઈને શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ ફલાહારી મહારાજે મોટો દાવો કર્યો હતો, જેનાથી ખળભળાટ મચી ગયો. જાણીતા ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની તેમજ એક્ટ્રેસ અનુષ્કા શર્મા લાંબા સમયથી પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા માટે આવતા રહ્યા છે. બંનેને લઈને ફલાહારી મહારાજનો દાવો હતો કે તેમને 5 કરોડ રૂપિયા આપીને બોલાવી પ્રેમાનંદ મહારાજને પ્રખ્યાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બાબતે હવે વિરાટ કોહલી તરફથી તેમની ટીમે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું છે.

વિરાટ કોહલીની ટીમે આપી સ્પષ્ટતા

વિરાટ કોહલીના પ્રવક્તાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમે સાફ જણાવવા માગીએ છીએ કે ફલાહારી મહારાજ દિનેશ શર્માએ વિરાટ કોહલી વિશે જે દાવા કર્યા છે, તે સંપૂર્ણપણે જૂઠા, પાયાવિહોણા અને ખોટા છે. વિરાટ કોહલી, પ્રેમાનંદ મહારાજ પ્રત્યે પોતાની ઊંડી આસ્થા અને શ્રદ્ધાના કારણે જ તેમને મળવા જાય છે. અમે આ દાવાઓનું સખત શબ્દોમાં ખંડન કરીએ છીએ અને મીડિયાને વિનંતી કરીએ છીએ કે તેઓ આવી વાતોની રિપોર્ટિંગ કરતાં પહેલાં પૂરી સાવચેતી રાખે, સત્ય તપાસે અને જવાબદારીપૂર્વક રિપોર્ટિંગ કરે.
Virat Kohli, Premanand Maharaj (1)

શું હતા ફલાહારી મહારાજના આરોપ?

ફલાહારી મહારાજે વિરાટ કોહલીને લઈને ઘણા દાવા કર્યા હતા, જેમાં તેમણે કહ્યું કે રાજસ્થાનની એક કંપની છે જે પ્રેમાનંદ મહારાજના દર્શન કરાવવા માટે વિરાટ કોહલીને 5 કરોડ રૂપિયા આપીને લાવી હતી. હવે તે કંપનીના લોકો સાધુ બનીને આશ્રમમાં ઘૂસી ગયા છે અને પ્રોપર્ટીનું કામ કરી રહ્યા છે. ફલાહારી મહારાજે એવો પણ દાવો કર્યો હતો કે સંત પ્રેમાનંદ મહારાજ હિન્દુ અને સનાતન ધર્મ માટે ખૂબ જરૂરી છે. તેમના સારા સ્વાસ્થ્ય માટે ખુદ ફલાહારી મહારાજ પોતાની કિડની આપવા પણ તૈયાર છે, પરંતુ એક સલાહ આપતાં તેમણે કહ્યું કે પ્રેમાનંદ મહારાજે માફિયાઓથી દૂર રહેવાની જરૂર છે. કેટલાક માફિયા તેમને બદનામ કરવા માંગે છે. આવામાં ફલાહારી મહારાજે પ્રેમાનંદ મહારાજને ગોવર્ધન ગિરિરાજજી બોલાવવાની વાત કહી હતી. અત્યારે તો વિરાટ કોહલીની ટીમે પોતાના પર લાગેલા આ તમામ આરોપોને ફગાવી દીધા છે.

આ પણ વાંચો-Bollywood Couple : સિદ્ધાર્થ-કિયારાના ઘરે ફરી ગૂંજશે કિલકારી, એક્ટ્રેસે બીજી પ્રેગ્નેન્સીની કરી જાહેરાત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *