વડોદરાના શેરખી-ભીમપુરા કેનાલમાં 4 વિદ્યાર્થીઓ પડી જતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનામાં 2 વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2 વિદ્યાર્થીઓને સ્થાનિકોએ હેમખેમ બચાવી લીધા હતા.
ઊંડા પાણીમાં 2 વિદ્યાર્થીઓ લાપતા થયા
કેનાલમાં 4 વિદ્યાર્થીઓ પડ્યા બાદ 2 વિદ્યાર્થીઓ ઊંડા પાણીમાં લાપતા થયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 2 વિદ્યાર્થીઓને પાણીમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા.
ફાયર બ્રિગેડે હાથ ધરી શોધખોળ
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી અને ઊંડા પાણીમાંથી બંને લાપતા વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
પોલીસની વધુ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. ચારેય વિદ્યાર્થીઓ કેનાલમાં કયા સંજોગોમાં પડ્યા તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : Bengaluru : અભિનેત્રી રાન્યા રાવ સહિત 4 પર 270.8 કરોડનો દંડ, 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરીનો ખુલાસો
