જંગલેશ્વરમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો:ગુજસીટોકમાંથી જામીન પર છૂટેલા મૂર્ઘા ગેંગના શાહનવાઝ સહીત ચારની ધરપકડ, મુખ્ય આરોપી દાનિશ હજુ ફરાર

📅 Published: October 7, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સામે જોવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી કરી પ્રૌઢની હત્યા નિપજાવવા કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બે અને ભક્તિનગર પોલીસે બે મળી કુલ ચાર આરોપીઓને ઝડપી પાડી ફરાર મુખ્ય આરોપી દાનિશની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પકડેલા આરોપીઓ પૈકી એક આરોપી શાહ નવાઝ કુખ્યાત મૂર્ઘા ગેંગનો સાગરીત હોવાનું અને તાજેતરમાં ગત 29 તારીખના રોજ ગુજસીટોકના ગુનામાં જામીન મેળવી જેલમાંથી બહાર આવ્યો હોવાથી તેમના જામીન રદ કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોખંડના પાઇપ વડે માર મારી હત્યા નિપજાવવામાં આવી
રાજકોટ એસીપી ક્રાઇમ ભરત બસિયાએ જણાવ્યું હતું કે, ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 3 ઓક્ટોબરના રોજ એક હત્યાનો બનાવ બન્યો હતો જેમાં આરોપીઓ દ્વારા ઇકબાલભાઇ ઉર્ફે જૂનાગઢી લોધીની લોખંડના પાઇપ વડે માર મારી હત્યા નિપજાવવામાં આવી હતી. હત્યા થયા પૂર્વે મૃતક ઇકબાલભાઇએ તેમના સૌથી મોટા પુત્ર સોહિલને ફોન કરીને જણાવ્યું હતું કે, “જંગલેશ્વરમાં રહેતા દાનીશ અમીનભાઇ સાથે મારે ઝઘડો થયો છે, તો તું તપાસ કર કે દાનીશે મારી સામે કોઈ પોલીસ કેસ કર્યો છે કે નહીં?” ત્યારબાદ મોડી રાત્રે 1.15 વાગ્યા આસપાસ તેના મિત્રએ સોહિલને કહ્યું કે, “તું જલ્દી ખ્વાજા એપાર્ટમેન્ટ નીચે આવેલા નિસ્બત પાન પાસે આવ અહીં તારા પપ્પાને દાનીશ સાથે માથાકૂટ થઈ છે અને તારા પપ્પા લોહીલુહાણ તથા બેભાન હાલતમાં જમીન પર પડેલા છે. આ હત્યા કેસમાં તપાસ દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે આરોપી શાહનવાઝ વેતરણ અને અબઝલ મકરાણીની ગોવા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે જયારે ભક્તિનગર પોલીસ દ્વારા સુફિયાન આરબ અને રિયાઝની ધરપકડ કરવામાં આવી છે જ્યારે આ કેસમાં મુખ્ય આરોપી દાનિશ હજુ પણ પોલીસ પકડથી દૂર છે જેથી તેને ઝડપી પાંડવ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ પુછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, હત્યાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ પ્રથમ મોરબી નાસી છૂટ્યા હતા અને ત્યાંથી આણંદ પહોંચી બાદમાં તમામ આરોપીઓ છુટા પડી ગયા હતા. પોલીસ તપાસમાં આરોપી શાહનવાઝ વિરુધ્ધ અગાઉ આર્મ્સ એક્ટ, ગુજસીટોક, રાયોટીંગ અને જીવલેણ હુમલો સહીત 6 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહિ આરોપી શાહનવાઝ કુખ્યાત સમીર ઉર્ફે મૂર્ઘા ગેંગનો સાગરીત હોવાથી તેના વિરુધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને તાજેતરમાં પાલનપુર જરલમાંથી ગત 29 સપ્ટેમ્બરના રોજ જામીન પર છૂટ્યા બાદ 3 ઓક્ટોબરના રોજ રાત્રે ફરી હત્યાના ગુનામાં સામેલ થતા પોલી દ્વારા આરોપી શાહનવાઝના ગુજસીટોકના ગુનામાં જામીન રદ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 2002માં ભાજપના કાર્યકરની હત્યામાં મૃતક આરોપી હતો મૃતક
14 ડિસેમ્બર 2003ને રવિવારના રોજ ભાજપના ધારાસભ્ય ટપુભાઈ લીંબાસીયાની ભવ્ય જીત થઈ હતી જે બાદ તેમનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું જેમાં અનેક કાર્યકરો જોડાયા હતા. દરમ્યાન મોડી સાંજે વિજય સરઘસ જંગલેશ્વર વિસ્તારમાંથી પસાર થતું હતું. ત્યારે ભાજપના કાર્યકર રમેશ રૈયાણી પર એક જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવ બાદ કોમી તંગદીલીનો માહોલ સર્જાયો હતો અને આ ચકચારી હત્યા કેસમાં આરોપીઓમાં ઈકબાલ જુનાગઢીનું પણ નામ સામેલ હતું. રાજકોટના ગોંડલ ચોક નજીક રહેતા મૃતક 56 વર્ષીય ઇકબાલભાઇ ઉર્ફે જૂનાગઢી ઇબ્રાહીમભાઇ લોધી મૂળ જૂનાગઢના વતની હોવાના કારણે વિસ્તારમાં તેઓ ‘ઇકબાલભાઇ જૂનાગઢી’ તરીકે ઓળખાતા હતા. તેઓ બે ભાઈ અને પાંચ બહેનોના પરિવારમાં બીજા નંબરના હતા. તેમને સંતાનમાં ચાર દીકરા છે. મૃતકના પત્ની જિન્નતબેનની તબિયત સારી ન રહેતી હોવાથી તેઓ હાલ ઊના નજીક આવેલા ઊંઝા દાતાર બાપુની જગ્યાએ રહે છે. ઇકબાલભાઇ પોતે રિક્ષા ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *