સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હાથમતી વિયર પરના ઓવરબ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ બ્રિજ હિંમતનગરથી ખેડતસીયા અને હિંમતનગરથી ઇડર સ્ટેટ હાઈવેને જોડે છે. તેના લોકાર્પણ પહેલા એપ્રોચ રોડ પર વીજપોલ અને ક્રેસ બેરીયર લગાવવાનું કામ ચાલી રહ્યું છે. રાજ્ય સરકારે ધારાસભ્ય વી.ડી. ઝાલાની રજૂઆત બાદ આ બ્રિજને મંજૂરી આપી હતી. હિંમતનગર શહેરના ન્યુ મહાવીરનગર અને મહેતાપુરા વિસ્તારને જોડતા આ બ્રિજ માટે આશરે 22 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર થયો હતો. આ 210 મીટર લાંબા અને 16 મીટર પહોળા ઓવરબ્રિજના બંને તરફના એપ્રોચ રોડ પર પુરાણ, વીજપોલ અને ક્રેસ બેરીયર લગાવવાનું કામ હાથ ધરાયું છે. આ કામગીરી પૂરી થયા બાદ પેવરનું કામ શરૂ થશે. ક્રેસ બેરીયર લગાવતી વખતે એપ્રોચ રોડની સાઈડની RCC દીવાલને નુકસાન થયું છે. ઝડપી કામગીરીને કારણે બ્રિજનું લોકાર્પણ જલ્દી થવાની શક્યતા છે.
હાથમતી વિયર પરના ઓવરબ્રિજનું કામ પૂરજોશમાં:ખેડતસીયા અને ઇડર સ્ટેટ હાઈવેને જોડતા બ્રિજના એપ્રોચ રોડ પર વીજપોલ અને ક્રેસ બેરીયર લગાવાયા
📅 Published: October 8, 2026 |
📂 Category: gujarati-news
