શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીનું રાજકોટ ગુરુકુલમાં સ્વાગત કરાયું:દેવકૃષ્ણદાસજી સ્વામી 20 દિવસની ઓસ્ટ્રેલિયા સત્સંગ યાત્રા પૂર્ણ કરીને સુખરૂપ રાજકોટ ગુરુકુલ પધાર્યા

📅 Published: October 8, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ ઢેબર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનના ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી 20 દિવસની ઓસ્ટ્રેલિયા સત્સંગ યાત્રા પૂર્ણ કરીને સુખરૂપ રાજકોટ ગુરુકુલ પધાર્યા હતા. આ પ્રસંગે સંતો અને વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડના ધ્વનિ, પુષ્પવૃષ્ટિ અને હાર પહેરાવીને તેમનું અત્યંત ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીએ પુષ્પહાર પહેરાવી ગુરુવર્ય સ્વામીજીની શાસ્ત્રોક્ત વિધિથી વધામણી કરી હતી. આ સત્સંગ યાત્રા દરમિયાન સ્વામીજી અને સંત મંડળે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં 25 એકરના વિશાળ કેમ્પસમાં ૫ દિવસીય જ્ઞાનસત્ર, બાળ સંસ્કાર શિબિર અને બિઝનેસ સમિટ યોજી હતી. આ ઉપરાંત સંતોએ ભક્તોના 75 ઘરે પધરામણી કરી કથા-સત્સંગનો લાભ આપ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ વસવાટ કરતા ભારતીયો સાથે નિર્વ્યસની અને આદર્શ જીવન જીવવાના નિયમ-શપથ ગ્રહણ કર્યા હતા. ધર્મની આંખે અને વિજ્ઞાનની પાંખે યુવાનોને ઉડવા મોકળું મેદાન આપો: સ્વામીજી ગુરુકુલમાં આયોજિત સ્વાગત સભામાં ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે આજના યુવા ધનને ધર્મની આંખે અને વિજ્ઞાનની પાંખે આગળ વધવા મોકળું મેદાન આપવું જોઈએ. વિદેશમાં પણ યુવાનો સંતોના સંપર્કમાં રહીને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો જાળવી, વ્યસનમુક્ત રહી પોતાના માતા-પિતા અને દેશને વફાદાર રહી ઉત્કૃષ્ટ પ્રગતિ કરી રહ્યા છે. 80 વર્ષની ઉંમરે પણ 18-20 કલાકના પ્રવાસ દરમિયાન જળપાન વિના નિયમપાલન ભગવાન સ્વામિનારાયણ અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે બાંધેલા નિયમ મુજબ ગુરુકુલના સંતો આશ્રમ બહાર નીકળ્યા પછી વાહનમાં જળપાન પણ કરતા નથી. ઓસ્ટ્રેલિયાથી પરત ફરતી વખતે 18 થી 20 કલાક જેટલો લાંબો ટ્રાવેલિંગ સમય થયો હોવા છતાં, 80 વર્ષની ઉંમરે પણ પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામીએ જળનો એક ઘૂંટડો પણ લીધો ન હતો અને ગુરુકુલમાં આવી સ્નાનાદિક ક્રિયા બાદ જ જળપાન કરી કઠોર સાધુતાના દર્શન કરાવ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *