ઓક્ટોબરની 8મી તારીખે પણ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દરરોજની પરંપરા મુજબ સવારે 6 વાગ્યે ઇંધણના ભાવોની સમીક્ષા કરી હતી, પરંતુ મુખ્ય શહેરોમાં કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્ર માર્ગ) ની આસપાસ વધતા જોખમોને કારણે વૈશ્વિક સ્તરે તેલનો પુરવઠો ખોરડાવાની ચિંતા ઊભી થઈ છે.
આંતરરાષ્ટ્રીય બજારના વધેલા ભાવનો બોજ ગ્રાહક પર નહીં
હાલમાં ભારતની સરકારી ઓઇલ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય બજારના વધેલા ભાવનો બોજ સીધો ગ્રાહકો પર નાખ્યો નથી અને રાહત જાળવી રાખી છે. જોકે, ખાનગી ક્ષેત્રની અગ્રણી ઇંધણ રિટેલર કંપની ‘નાયરા એનર્જી’ દ્વારા તાજેતરમાં જ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 5 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 3 નો વધારો કરવામાં આવ્યો છે. મધ્ય પૂર્વના સંઘર્ષ બાદ આંતરરાષ્ટ્રીય તેલના ભાવવધારાની સીધી અસર ગ્રાહકો સુધી પહોંચાડનારી તે પ્રથમ કંપનીઓમાંની એક હતી.
અગાઉ, સરકારી ઓઇલ કંપનીઓએ પણ થોડા સમય માટે વધેલા ખર્ચને પોતાની મેળે જાળવી રાખ્યો હતો, પરંતુ બાદમાં મે મહિના દરમિયાન વિવિધ તબક્કામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. મે મહિનાના અંત સુધીમાં બંને ઇંધણના ભાવમાં પ્રતિ લિટર આશરે રૂપિયા 7.50 નો વધારો થયો હતો. ત્યારબાદ જૂન મહિનાથી લઈને અત્યાર સુધી મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સંપૂર્ણપણે સ્થિર રહ્યા છે.
આજના પેટ્રોલના લેટેસ્ટ ભાવ
દિલ્હી: ₹102.12 પ્રતિ લિટર
મુંબઈ: ₹111.21 પ્રતિ લિટર
કોલકાતા: ₹113.51 પ્રતિ લિટર
ચેન્નાઈ: ₹107.76 પ્રતિ લિટર
ગુરુગ્રામ: ₹102.97 પ્રતિ લિટર
લખનૌ: ₹113.81 પ્રતિ લિટર
હૈદરાબાદ: ₹115.73 પ્રતિ લિટર
આજના ડીઝલના લેટેસ્ટ ભાવ
દિલ્હી: ₹95.20 પ્રતિ લિટર
મુંબઈ: ₹97.83 પ્રતિ લિટર
કોલકાતા: ₹99.82 પ્રતિ લિટર
ચેન્નાઈ: ₹99.55 પ્રતિ લિટર
નોઈડા: ₹95.55 પ્રતિ લિટર
જયપુર: ₹98.55 પ્રતિ લિટર
ગુજરાતના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ
| શહેર | પેટ્રોલ/પ્રતિ લીટર | ડીઝલ/ પ્રતિ લીટર |
| અમદાવાદ | ₹102.15 | ₹98.27 |
| ગાંધીનગર | ₹102.01 | ₹98.13 |
| રાજકોટ | ₹101.57 | ₹97.71 |
| સુરત | ₹101.82 | ₹97.95 |
| વડોદરા | ₹101.46 |
₹97.57 |
