Ankleshwar GIDCના યોગી એસ્ટેટમાં આવેલી 'પપ્પુ પ્રોવિઝન સ્ટોર્સ'માં અચાનક SOG ત્રાટકી, નશાના કાળા કારોબારનો પર્દાફાશ!

📅 Published: October 8, 2026 | 📂 Category: Crime

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં નશાના કાળા કારોબાર સામે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) પોલીસે મોટી સફળતા મેળવી છે. યોગી એસ્ટેટમાં આવેલી ‘પપ્પુ પ્રોવિઝન સ્ટોર્સ’ નામની દુકાનમાં કરિયાણાની આડમાં ગેરકાયદેસર રીતે નશાકારક ગોળીઓનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી SOG ટીમને મળી હતી. બાતમીના આધારે દરોડો પાડીને પોલીસે મસમોટો નશાકારક ગોળીઓનો જથ્થો જપ્ત કરી નશાના આ કારોબારનો પર્દાફાશ કર્યો છે.

પ્રદીપ નિશાદની ધરપકડ

દરોડા દરમિયાન પોલીસે દુકાનમાંથી 5 કિલો અને 190 ગ્રામ જેટલી મસમોટી માત્રામાં નશાકારક ગોળીઓ શોધી કાઢી હતી. આ મામલે પોલીસે સ્થળ પરથી ગેરકાયદેસર વેચાણ કરી રહેલા આરોપી પ્રદીપ મહાવીર નિશાદની અટકાયત કરી લીધી છે. પોલીસે નશાકારક ગોળીઓ, રોકડ રકમ તથા અન્ય સામગ્રી મળીને કુલ ₹2.64 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મુખ્ય સપ્લાયરને વોન્ટેડ જાહેર કરાયો, નશાના નેટવર્ક અંગે તપાસ તેજ

પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી પ્રદીપ નિશાદ આ નશાકારક ગોળીઓ અન્ય ઇસમ પાસેથી મેળવીને GIDC વિસ્તારના શ્રમિકો તથા યુવાનોને વેચતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે નશાકારક ગોળીઓ સપ્લાય કરનાર મુખ્ય ઇસમને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરી છે. SOG ની આ કડક કાર્યવાહી બાદ અંકલેશ્વર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં સક્રિય ડ્રગ્સ અને નશાના કાળા નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે તપાસ અત્યંત તેજ બનાવી છે.

આ પણ વાંચો : Mehsanaના ખેરાલુના લૂણવામાં તસ્કરોનો આતંક, ગોગા મહારાજના મંદિરમાંથી રૂ.11 લાખના ચાંદીના છત્ર અને નાગની ચોરી!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *