World Sight Day 2026: બાળકોના હાથમાં મોબાઈલ આપતા પહેલા ચેતી જજો! ડોક્ટરે આપી ગંભીર ચેતવણી

📅 Published: October 8, 2026 | 📂 Category: gujarati-news

આજની આધુનિક જીવનશૈલીમાં ટેક્નોલોજીએ આપણું જીવન સરળ બનાવ્યું છે, પરંતુ તેની વિપરીત અસરો હવે આપણા બાળકોના સ્વાસ્થ્ય પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ખાસ કરીને નાના બાળકોના હાથમાં સતત રહેતો મોબાઈલ ફોન તેમની નાની અને કોમળ આંખો માટે મોટો ખતરો બની રહ્યો છે.

દર વર્ષે ઓક્ટોબર મહિનાના બીજા ગુરુવારે વિશ્વ દ્રષ્ટિ દિવસ (World Sight Day 2026) ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં આ દિવસ 8 ઓક્ટોબરના રોજ છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય અંધત્વ, દ્રષ્ટિની ક્ષતિ અને આંખોના સ્વાસ્થ્ય પ્રત્યે વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવવાનો છે. વર્ષ 2026ની થીમ “તમારી આંખોને પ્રેમ કરો” રાખવામાં આવી છે, જે આપણને આંખોની કાળજી લેવા પ્રેરિત કરે છે.

અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા વિશેષ જાગૃતિ કાર્યક્રમ

બાળકોમાં વધતા સ્ક્રીન ટાઈમ અને તેનાથી આંખો પર થતી માઠી અસરો વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી દર્શનાબેન વાઘેલા સહિતના અગ્રણી મહાનુભાવો અને નિષ્ણાત તબીબો વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.

આઈ હોસ્પિટલના એડિશનલ ડિરેક્ટર ડૉ. નીલમ પટેલના જણાવ્યા અનુસાર, સરકારી હોસ્પિટલોમાં પણ રોજેરોજ આંખની સમસ્યાઓ સાથે આવતા બાળકોની ઓપીડી 10 થી વધુ નોંધાઈ રહી છે, જે અત્યંત ચિંતાજનક વિષય છે. બાળકોમાં લાંબા સમય સુધી મોબાઈલ કે અન્ય ડિજિટલ સ્ક્રીન સામે બેસી રહેવાની ટેવ તેમના ભવિષ્યની દ્રષ્ટિને નબળી બનાવી રહી છે.

World Sight Day 2026: Kids & Mobile Screen Time: Eye Health Risks & Prevention

બાળકોની આંખો પર મોબાઈલના જોખમો અને મુખ્ય લક્ષણો

બાળકોમાં સતત સ્ક્રીન સામે જોવાથી સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થાય છે. લાંબા સમય સુધી ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરવાથી નીચે મુજબની સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.

  • આંખોમાં સતત થાક અને બળતરા થવી.
  • આંખો સૂકી પડી જવી અને માથાનો દુખાવો રહેવો.
  • વસ્તુઓ ધૂંધળી કે અસ્પષ્ટ દેખાવી.
  • બાળકોમાં નજીકની વસ્તુ સતત જોવાની ટેવને કારણે માયોપિયા (ટૂંકી દૃષ્ટિ – દૂરની વસ્તુ સ્પષ્ટ ન દેખાવી) નું જોખમ અનેકગણું વધી જાય છે.

વૈશ્વિક સ્તરે પણ WHOના આંકડા મુજબ આશરે 202 કરોડ લોકો દ્રષ્ટિની ક્ષતિનો અનુભવ કરે છે, જેમાંથી લગભગ અડધા કિસ્સાઓ અટકાવી શકાય તેવા અથવા સમયસર સારવાર યોગ્ય હોય છે.

આંખોના અન્ય મુખ્ય રોગો અને જોખમી પરિબળો

દ્રષ્ટિ ગુમાવવા અથવા અંધત્વ પાછળ મોતીયા, ગ્લુકોમા (ઓપ્ટિક ચેતાને નુકસાન), રીફ્રેક્ટિવ એરર્સ (માયોપિયા અને હાયપરઓપિયા), ડાયાબિટીક રેટિનોપેથી અને ઉંમર-સંબંધિત મેક્યુલર ડિજનરેશન જેવા કારણો જવાબદાર છે.

World Sight Day 2026: Kids & Mobile Screen Time: Eye Health Risks & Prevention

આ અસરો પાછળ મુખ્યત્વે નીચેના ત્રણ અંતર્ગત પરિબળો ભાગ ભજવે છે

  • જિનેટિક્સ: ગ્લુકોમા કે મેક્યુલર ડિજનરેશન જેવી બીમારીઓ વારસાગત પણ હોઈ શકે છે.
  • જીવનશૈલી: ધૂમ્રપાન, અસંતુલિત ખોરાક અને વધુ પડતો સ્ક્રીન સમય દ્રષ્ટિ ઘટાડે છે.
  • પર્યાવરણ અને સ્વાસ્થ્ય: યુવી કિરણોત્સર્ગ, પ્રદૂષણ, તેમજ ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જેવા પ્રણાલીગત રોગો આંખની રક્તવાહિનીઓને નુકસાન કરે છે.

સાવચેતી અને બચાવના સરળ ઉપાયો: સમયસર તપાસ જ શ્રેષ્ઠ ઉપાય

  • આંખોની કાળજીમાં ક્યારેય બેદરકારી રાખવી જોઈએ નહીં. બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે નીચેના પગલાં લેવા અનિવાર્ય છે.
  • બાળકોનો દૈનિક સ્ક્રીન સમય મર્યાદિત કરો.
  • ઓનલાઈન અભ્યાસ કે ગેમ્સ રમતી વખતે વચ્ચે-વચ્ચે આંખોને આરામ આપો.
  • બાળકોમાં આઉટડોર ગેઈમ્સ (બહાર રમવાનો સમય) વધારો.
  • પાંદડાવાળા શાકભાજી અને ઓમેગા-૩ ફેટી એસિડ યુક્ત પૌષ્ટિક આહારનો ખોરાકમાં સમાવેશ કરો.

જો બાળકમાં આંખોની વારંવાર તકલીફ, માથાનો દુખાવો કે દૂરનું જોવામાં મુખ્શ્કેલી જણાય, તો તુરંત જ તબીબ પાસે આંખની તપાસ કરાવો, કારણ કે “સમયસર તપાસ જ સૌથી મોટી સાવચેતી છે.”

આ પણ વાંચો: Gandhinagar News: ખરાબ કામો અને ખાડાઓ માટે મારે જ સાંભળવાનું છે, હવે બેદરકારી ચાલશે નહીંઃ CM ભૂપેન્દ્ર પટેલ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *