ભાવનગર ડિવિઝનમાં રેલવેના કામથી ટ્રેનો રદ અને મોડી પડશે:9 ઓક્ટોબરે વેરાવળ-ગાંધીનગર ઇન્ટરસિટી 2 કલાક મોડી, 11-13 ડિસેમ્બરે 2 એક્સપ્રેસ રદ

📅 Published: October 8, 2026 | 📂 Category: gujarati-news

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં એન્જિનિયરિંગ કામગીરીને કારણે કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરાયો છે. ઝારસુગુડા યાર્ડના રિમોડેલિંગ અને સુરેન્દ્રનગર સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ (FOB)ના ગર્ડર લોન્ચિંગના કામને કારણે આ નિર્ણય લેવાયો છે. આ કામગીરીને લીધે, ટ્રેન નંબર 12949 પોરબંદર–સંત્રાગાછી એક્સપ્રેસ 11 ડિસેમ્બર 2026ના રોજ રદ રહેશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 12950 સંત્રાગાછી–પોરબંદર એક્સપ્રેસ 13 ડિસેમ્બર 2026ના રોજ રદ કરાઈ છે. વળી, 09 ઓક્ટોબર 2026ના રોજ ટ્રેન નંબર 19120 વેરાવળ–ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી અને ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ–વેરાવળ ઇન્ટરસિટી બંને 2 કલાક મોડી ઉપડશે. ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ મુસાફરી પહેલાં ટ્રેનની નવીનતમ સ્થિતિ તપાસી રેલવેની ઓથેન્ટિક સાઈટ પર તપાસીને પોતાની મુસાફરી પ્રારંભ કરે તે હિતવા છે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *