મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના વિરોધમાં કોંગ્રેસનું એલાન:ચૂંટણી પ્રક્રિયા સામે 12 ઓક્ટોબરે હિંમતનગરમાં વિરોધ પ્રદર્શન, 1 નવેમ્બરે દિલ્હીમાં પણ કાર્યક્રમ

📅 Published: October 8, 2026 | 📂 Category: gujarati-news

કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને ચૂંટણી પ્રક્રિયા સામે વિરોધ કાર્યક્રમોની જાહેરાત કરી છે. હિંમતનગર સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ માહિતી આપી હતી. ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું કે, 12 ઓક્ટોબરે હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે. આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે. આ ઉપરાંત, 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શનમાં પણ સાબરકાંઠા સહિત ગુજરાતમાંથી કોંગ્રેસના કાર્યકરો ભાગ લેશે. કોંગ્રેસ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને મતદારોના અધિકારના મુદ્દે વિરોધ કરી રહી છે. તુષાર ચૌધરીએ કહ્યું કે કોંગ્રેસ ચૂંટણી પંચના અધિકારીની કામગીરીનો વિરોધ કરી રહી છે. તેમના આક્ષેપ મુજબ, ભાજપ ચૂંટણી પંચના અધિકારીના બચાવમાં ઉતર્યું છે. કોંગ્રેસ આવા વિરોધ કાર્યક્રમો ચાલુ રાખશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *