Ahmedabad: નિફ્ટી 18 માસના તળિયે, મિડ કેપ 1,500 આંક, સ્મોલ કેપ 456 આંક તૂટયો, વોલેટાલિટીમાં 10%નો ઉછાળો

📅 Published: October 8, 2026 | 📂 Category: Ahmedabad

આરબીઆઇએ વ્યાજદરમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો તે પછી આજે સાડા ચાર ટકા જેટલા ઉછાળાને પગલે ભારતીય બજારમાં બ્લડબાથ જોવા મળ્યો હતો અને સેન્સેક્સ તથા નિફ્ટી દોઢ ટકા જેટલા ઘટીને બંધ રહ્યા હતા. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે પ્રારંથી જ મંદી પછી ઇન્ટ્રા ડેમાં નિફ્ટી એપ્રિલ, 2025 પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો હતો. વિદેશી ફંડોએ ઓક્ટોબર મહિનાના માત્ર પાંચ જ સેશનમાં રૂ. 36,208 કરોડની નેટ વેચવાલી કરતા બજારમાં એટલી વ્યાપક મંદી વચ્ચે તમામ ક્ષેત્રના શેરોમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી. માત્ર આઇટી અને બેકિંગ-ફાઇનાન્શિયલ ક્ષેત્રમાં મંદીનો મારો તુલનાત્કમ રીતે ઓછો હતો, છતાં બેંક નિફ્ટી 0.98 ટકા ઘટીને બંધ રહ્યો હતો, જે બાબત મંદી કેટલી તીવ્ર હશે તેનો સ્પષ્ટ સંકેત આપે છે. વોલેટાલિટી ઇન્ડેક્સમાં પણ આજે 10.26 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં મંદી વધુ તીવ્ર હતી. નિફ્ટીમાં 1.64 ટકાના ઘટાડાની તુલનાએ નિફ્ટી મિડ કેપ 100 ઇન્ડેક્સ 2.53 ટકા અને નિફ્ટી સ્મોલ કેપ 100 ઇન્ડેક્સ 2.34 ટકા તૂટયો હતો. પ્રારંભે 30 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી આજે સેન્સેક્સે ઇન્ટ્રા ડેમાં 72,693ની હાઇ અને 71,327ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 1,366 પોઇન્ટની વધઘટને અંતે સેન્સેક્સ 1,045 પોઇન્ટ એટલે કે 1.44 ટકા ઘટીને 71,593ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ આજે સેન્સેક્સ ઇન્ટ્રા ડેમાં તાજેતરમાં બનાવેલી તેની બાવન સપ્તાહની લો સપાટી 71,292થી માત્ર 35 પોઇન્ટ જ છેટો રહ્યો હતો. એક સમયે સેન્સેક્સ પાછલા બંધથી 1,311 પોઇન્ટ ઘટયો હતો અને તે પછી ઘટેલા મથાળેથી 266 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો. નિફ્ટી જોકે પ્રારંભે 4 પોઇન્ટ નીચામાં 22,599ની સપાટીએ ખુલ્યા હતો, જે તેની ઇન્ટ્રા ડે હાઇ સપાટી બનાવી હતી. તે પછી 22,179ની લો સપાટી બનાવી બનાવ્યા બાદ કુલ 420 પોઇન્ટની વધઘટને અંતે નિફ્ટી 371 પોઇન્ટ એટલે કે 1.64 ટકા ઘટીને 22,231ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીએ આજે બનાવેલી 22,179ની લો સપાટી તેની બાવન સપ્તાહની સૌથી નીચી સપાટી છે. નિફ્ટી એક સમયે પાછલા બંધથી 424 પોઇન્ટ ઘટયો હતો અને તે પછી ઘટેલા મથાળેથી 52 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો. સેન્સેક્સે આજે 72,000નું સ્તર ગુમાવ્યું હતું, જ્યારે નિફ્ટી એક પણ વાર પાછલા બંધથી ઉપર ટ્રેડ થયા વગર 22,250થી નીચે બંધ રહ્યો હતો. નિફ્ટી મિડ કેપ 100 ઇન્ડેક્સ 1,500 પોઇન્ટ એટલે કે 2.53 ટકા ઘટીને 57.882ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલ કેપ 100 ઇન્ડેક્સ 456 પોઇન્ટ એટલે કે 2.34 ટકા ઘટીને 19,050ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ 1,833 પોઇન્ટ એટલે કે 1.49 ટકા ઘટીને 1,21,076ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ પર ટ્રેડ થયેલા કુલ 4,654 શેર પૈકી 910 વધીને, 3,545 ઘટીને અને 199 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ રૂ. 460.97 લાખ કરોડ એટલે કે 4.76 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું,જે ગઇ કાલના રૂ. 470.98 લાખ કરોડથી રૂ. 10.01 લાખ કરોડનો ઘટાડો દર્શાવે છે.વોલેટાલિટી ઇન્ડેક્સ 10.26 ટકાના જંગી ઉછાળા સાથે15.31ની સપાટીએ બંધ રહ્યો હતો. એનએસઇ પરના તમામ મુખ્ય 14 સેક્ટોરલ ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. આ પૈકી આઠ ઇન્ડેક્સમાં બે ટકાથી વધુ અને ત્રણ ઇન્ડેક્સમાં એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી મેટલ 3.55 ટકા, રિયલ્ટી 3.16 ટકા, મીડિયા 2.79 ટકા અને ઓઇલ એન્ડ ગેસ 2.52 ટકા ઘટીને બંધ રહ્યો હતો.નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સે આજે 10,326ની બાવન સપ્તાહની સૌથી નીચી સપાટી બનાવી હતી અને અંતે આ ઇન્ડેક્સ 268 પોઇન્ટ એટલે કે 2.52 ટકા ઘટીને 10,354ની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેર પૈકી માત્ર ત્રણ શેર જ્યારે નિફ્ટીના 50 શેર પૈકી માત્ર ત્રણ શેર વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના શેરો પૈકી ટેક મહિન્દ્રા 0.44 ટકા, એક્સિસ બેંક 0.25 ટકા અને ઇન્ફોસીસ 0.21 ટકા વધીને બંધ રહ્યો હતો, જ્યારે આઇટીસીમાં 4.24 ટકાનો,ઇન્ડિગોમાં 3.36 ટકાનો, પાવરગ્રીડમાં 3.16 ટકાનો, બીઇએલમાં 3.10 ટકાનો અને અદાણી પોર્ટ્સમાં 2.59 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *