• Ahmedabad: ઇન્ડસ યુનિવર્સિટી મૂલ્ય આધારિત શિક્ષણ,જ્ઞાન સાથે સંસ્કાર અને વૈશ્વિક દૃષ્ટિકોણ સાથે વિદ્યાર્થીઓના ચરિત્રનું સંવર્ધન

📅 Published: October 8, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ સ્થિત ઇન્ડસ યુનિવર્સિટી વર્ષ ૨૦૧૨થી શિક્ષણ, સ્વાવલંબન, સંશોધન, સેવા અને મૂલ્યોના સમન્વિત અભિગમ સાથે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં યોગદાન આપી રહી છે. યુનિવર્સિટીનો પ્રયાસ માત્ર ડિગ્રી પ્રદાન કરવાનો નથી, પરંતુ જ્ઞાન, કૌશલ્ય,માનવીય મૂલ્યો અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની ભાવનાથી સમૃદ્ધ યુવા પેઢીનું નિર્માણ કરવાનો છે. પ્રેસિડેન્શિયલ સેક્રેટરિયટ ડૉ.નાગેશ ભંડારી અને ડૉ. રિતુ ભંડારી તથા વાઇસ પ્રેસિડેન્ટ રાધિકા ભંડારીના સક્ષમ અને દૂરંદેશી નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ઇન્ડસ યુનિવર્સિટી શિક્ષણની સાથે સામાજિક જવાબદારી અને સાંસ્કૃતિક જાગૃતિને પણ સમાન મહત્વ આપે છે. ઇન્ડસ યુનિવર્સિટીનું નૈસર્ગિક અને વિશાળ કેમ્પસમાં એન્જિનિયરિંગ, ડિઝાઇન અને આર્કિટેક્ચર,કમ્પ્યુટર સાયન્સ, બિઝનેસ મેનેજમેન્ટ, એવિએશન ટેક્નોલોજી, ક્લિનિકલ રિસર્ચ, સ્કિલ ડેવલપમેન્ટ, ઇન્ડિક સ્ટડીઝ, આર્ટ્સ એન્ડ હ્યુમેનિટીઝ, કોમર્સ, ફાર્માસ્યુટિકલ સાયન્સિસ, એપ્લાઇડ સાયન્સિસ, ડિઝાઇન, આર્કિટેક્ચર અને લૉ શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસક્રમો પ્રદાન કરે છે. કેમ્પસ પર કાર્યરત NCCની આર્મી, નેવી અને એર વિંગ્સ તેમજ નેશનલ સર્વિસ સ્કીમ (NSS) જેવી પહેલો વિદ્યાર્થીઓને સમાજ અને રાષ્ટ્ર સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *