આ વર્ષે ચોમાસુ નબળું હોવાના કારણે રવિ પાકોમાં ખેડૂતોને નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ચોમાસાના ખેંચાયેલા કે, અનિયમિત વરસાદને કારણે અને ચોમાસામાં ગરમી વધવાથી રવિ પાકના વાવેતર અને ઉત્પાદન પર સીધી માઠી અસર થવાની મોટી ચિંતા ઊભી થઈ છે. ચોમાસું નબળું રહેવાને લીધે જમીનમાં ભેજનું પ્રમાણ ઘટયું છે અને જળાશયોના સ્તરો પર તેની અસર પડી છે. જેનાથી શિયાળુ પાક (રવિ સિઝન) માટે પડકારો વધ્યાં છે. વળી ભાદરવા માસમાં વરસાદ ન પડવાને કારણે શિયાળું પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાય છે. ભાદરવા મહિનાનો અંતિમ વરસાદ જમીનમાં ભેજ સંગ્રહવા માટે ખૂબ મહત્વનો ગણાય છે, જે શિયાળુ પાકના વાવેતરનો મુખ્ય આધાર છે. ભાદરવો કોરો જવાથી જમીનમાં રહેલો ભેજ સુકાઈ જાય છે, જેના કારણે શિયાળું પાકનું અંકુરણ બરાબર થતું નથી. વાવેતરમાં વિલંબ અને ઘઉં, ચણા, દિવેલા, રાયડો જેવા મુખ્ય શિયાળુ પાકોના વાવેતર વિસ્તારમાં મોટો ઘટાડો થઈ શકે છે. પાદરા તાલુકાના મુવાલ, સાંઢા, વડુ , મજાતણ તેમજ વિશ્રામપુરા ગામો શાકભાજી નો ગણ કહેવાય ચાલુ વર્ષનું ચોમાસુ નિષ્ફ્ળ જતાં શાકભાજીનો પાકનો યોગ્ય વિકાસ ન થતાં તથા કોકડવાનો રોગ આવી જતાં ખેડૂતો ચોમાસામાં શાકભાજીની વાડીઓ જાતે નાશ કરવાની નોબત આવી છે. હાલ ખેડૂતો ઘઉં, દિવેલા તથા શાકભાજીમાં ફ્લાવર, કોબીજ તરફ્ વળતા જોવા મળી રહ્યાં છે.
Vadodara : પાદરા તાલુકામાં રવિ પાકમાં ખેડૂતોને નુકસાનની ભીતિ
📅 Published: October 8, 2026 |
📂 Category: Baroda
