Vadodara ; નાંદોદી ભાગોળ બહાર વાલ્મીકિ સમાજનું સ્મશાન વિકસાવવા માગ

📅 Published: October 8, 2026 | 📂 Category: Baroda

વાલ્મીકિ સમાજે સ્મશાન વિકાસની માગ કરી

ડભોઇ : ડભોઇ નગરના નાદોદી ભાગોળ બહાર છાણાલયની બાજુમાં વાલ્મીકિ સમાજના સ્મશાન સ્થળની માપણી કરી જરૂરી સુવિધા સાથે વિકાસ કરવાની માગ કરાઇ છે. વાલ્મીકિ સમાજના આગેવાનો દ્વારા કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે, આ સ્થળનો ઉપયોગ સમાજના પરિવારો દ્વારા તેમના સ્વજનોના અંતિમ સંસ્કાર તથા અંતિમવિધિ માટે કરાય છે. જોકે હાલમાં સ્મશાનની જગ્યાની યોગ્ય માપણી, હદ નિર્ધારણ તેમજ જરૂરી પાયાની સુવિધાઓના અભાવે સમાજના લોકોને અંતિમવિધિ દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ અને ધાર્મિકવિધિ સન્માનપૂર્વક, સુવ્યવસ્થિત અને યોગ્ય વાતાવરણમાં થઈ શકે તે માટે સ્મશાન સ્થળનો જરૂરી વિકાસ કરવો અત્યંત આવશ્યક હોવાનું જણાવ્યું છે. આ અંગે નગરપાલિકા દ્વારા સ્થળની સત્તાવાર માપણી કરી હદ નિર્ધારિત કરવા તથા ઉપલબ્ધ જગ્યાનો યોગ્ય વિકાસ કરી જરૂરી સુવિધા ઉભી કરવા માંગ કરાઇ છે. ખાસ કરીને સ્મશાન તરફ્ જવા માટે યોગ્ય રસ્તો અને પ્રવેશદ્વાર, અંતિમ સંસ્કાર માટે યોગ્ય ઓટલો/ચણોતરો તથા શેડ, વરસાદ અને તડકાથી બચવા માટે છાપરું તેમજ શેડની વ્યવસ્થા અને પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરાઇ છે. વાલ્મીકિ સમાજના લોકો દ્વારા ડભોઇ નાયબ કલેક્ટર તેમજ મામલતદારને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *