Vadodara : ડભોઇના વણાદરા ગામે સેવા સેતુ યોજાયો

📅 Published: October 8, 2026 | 📂 Category: Baroda

ડભોઇ : ડભોઇ તાલુકાના છેવાડાના વણાદરા ગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. વણાદરા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરાયું હતું. જે પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશ પટેલ (નડા), તાલુકા પંચાયત સભ્ય મનોજ પટેલ, વણાદરા પ્રાથમિક શાળાના આગેવાનો, વડોદરા શહેર વોર્ડ નં. 1ના કોર્પોરેટર ભૂરસિંહ રાઠવા, માજી સરપંચ ઘનશ્યામ, ડભોઇ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને વિવિધ વિભાગના અધિકારી અને કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ છેવાડાના ગામોના લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને એક જ સ્થળે વિવિધ સરકારી યોજના તથા સેવાનો લાભ મળી રહે તે છે. વિવિધ વિભાગ દ્વારા સ્થળ પર જ અરજી સ્વીકારી માર્ગદર્શન અને સેવાઓ પૂરી પાડી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *