Surat News: રેલવે સ્ટેશન પર પરપ્રાંતિય શ્રમિકોની લાઈનો લાગી, શું ગાંવ ચલો આંદોલન તેજ બન્યું?

📅 Published: October 9, 2026 | 📂 Category: Surat

સુરતમાં રેલવે સ્ટેશન પર ફરીવાર શ્રમિકોની લાઈનો લાગી છે. આ પરપ્રાંતિય શ્રમિકો ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જઈ રહ્યા છે. આ પલાયન હોવાની વાતો વાયુ વેગે ફેલાઈ છે અને ગાંવ ચલો આંદોલન શરૂ થયું હોવાની વિગતો સામે આવી છે. સપ્તાહમાં એક દિવસ રજાની માગ અને કામગીરીમાં થઈ રહેલા શોષણથી કંટાળી આ પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન તરફ પલાયન થઈ રહ્યા હોય તેવી ચર્ચાઓ ચારેકોર થઈ રહી છે.ત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા કેટલાક શ્રમિકો સાથે વાત કરતા તેમણે કંઈક જુદી જ હકિકત જણાવી હતી. 

સુરત આંદોલન

પરપ્રાંતિય શ્રમિકોનું પલાયન આખરે શું છે

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર દિવાળીના એક મહિના અગાઉ જ વતને જવા માટે શ્રમિકોની લાંબી કતારો લાગી છે અને કારખાના માલિકો દ્વારા શ્રમિકોને છૂટા કરી દેવાયા હોવાની અફવાઓ ઉડી છે. પરંતુ સંદેશ ન્યુઝના રિયાલિટી ચેકમાં કંઈક જુદી જ વાત બહાર આવી છે કે રવિવારની રજા ન મળવાના કારણે કંટાળેલા એક શ્રમિક સહિત અન્ય તમામ મુસાફરો વાસ્તવમાં નોકરીમાંથી કાઢી મૂકવાને કારણે નહીં પરંતુ આગામી દુર્ગા પૂજા, દશેરા, દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારો ઉજવવા માટે પોતાના વતન ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જઈ રહ્યા છે.

સુરતમાં શ્રમિકો

કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું પલાયન શબ્દ યોગ્ય નથી

સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે પત્રકારો સાથેની વાતચીતમાં સુરતમાંથી શ્રમિકોના પલાયનની વાતને સ્પષ્ટપણે નકારી કાઢતા જણાવ્યું હતું કે આ મુદ્દે પલાયન શબ્દ વાપરવો યોગ્ય નથી.કારણ કે જો કોઈ વ્યક્તિને પોતાના વતનમાં જ રોજગાર મળી રહેતી હોય તો તે ત્યાં કામ કરવાનું પસંદ કરે છે અને તેને પલાયન ન કહેવાય.તેમણે સુરતને દેશનું ઝડપથી વિકસતું શહેર ગણાવતા કહ્યું હતું કે આ શહેર હવે માત્ર પોલિએસ્ટર પૂરતું મર્યાદિત નથી રહ્યું પરંતુ ગારમેન્ટ અને મલ્ટિ ડાયમેન્શનલ ક્ષેત્રોમાં વિસ્તરી રહ્યું છે.જ્યારે દિવાળી ટાણે રજાઓ અને પગાર કપાત અંગે કામદારોની રજૂઆતો પર તેમણે સ્થાનિક અગ્રણીઓ સાથે ચર્ચા કરીને ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચોઃ Junagadh News: વરસાદી સિઝન પૂર્ણ થતાં આજથી રાજ્યના અભયારણ્ય ખૂલશે, સિંહ દર્શનનો પ્રારંભ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *