CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક:મહેસૂલી કર્મીઓની હડતાળ, ઘાસચારો, પીવાનું પાણી અને UCCના અમલીકરણ સહિતના મુદ્દે ચર્ચા

📅 Published: October 9, 2026 | 📂 Category: gujarati-news

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના વિવિધ નીતિગત મુદ્દાઓની સાથે ઓછા વરસાદવાળા વિસ્તારોની સ્થિતિ, ખેડૂતોના પ્રશ્નો અને સરકારી કર્મચારીઓના આંદોલન અંગે ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના શાસનના સંદર્ભમાં કેબિનેટમાં આભાર પ્રસ્તાવ પણ રજૂ કરાયો હતો. અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી અને ઘાસચારાની સમીક્ષા
બેઠકમાં રાજ્યના જે વિસ્તારોમાં ઓછો વરસાદ પડ્યો છે, ત્યાં પીવાના પાણી અને ઘાસચારાની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. કૃષિ વાવેતરની સ્થિતિ તથા ખેડૂતો દ્વારા કરવામાં આવેલી વિવિધ માગણીઓ અંગે પણ ચર્ચા થઈ હતી. ઓછા વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગણીના સંદર્ભમાં સ્થિતિની સમીક્ષા કરવાનો મુદ્દો પણ મહત્ત્વનો રહ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *