Kutchના ખાવડામાં દર્દનાક માર્ગ અકસ્માત, બોલેરો અને ટેન્કર વચ્ચે ભીષણ ટક્કરમાં 7 કામદારોના કરૂણ મોત!

📅 Published: October 9, 2026 | 📂 Category: gujarati-news

કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. ખાવડા નજીક શ્રમિકોને લઈને જઈ રહેલી એક બોલેરો ગાડી અને ટેન્કર વચ્ચે જોરદાર ધડાકાભેર અકસ્માત થતાં ઘટનાસ્થળે જ 7 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ કાળજું કંપાવનારી દુર્ઘટનાને પગલે સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે શોક અને અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે.

બોલેરોમાં 15થી વધુ કામદારો હતા સવાર

મળતી વિગતો અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી બોલેરો ગાડીમાં 15થી વધુ મજૂરો/કામદારો સવાર થઈને કામ અર્થે જઈ રહ્યા હતા. તે સમયે સામેથી આવી રહેલા ટેન્કર સાથે બોલેરોની સામસામે ભીષણ ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરો ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટનામાં 7 શ્રમિકોના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે અન્ય કેટલાક કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તુરંત જ બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

મૃતદેહોને ભુજ પીએમ અર્થે લાવવા કવાયત

ઘટનાની જાણ થતાં જ ખાવડા પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના મૃતદેહોને પિએમ (પોસ્ટમોર્ટમ) અર્થે ભુજ જનરલ હોસ્પિટલ ખાતે લાવવા માટે તંત્ર દ્વારા જરૂરી કવાયત હાથ ધરવામાં આવી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત સર્જાવાના સાચા કારણો જાણવા વધુ તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો : Bhavnagarના કરચલિયાપરામાં અસામાજિક તત્વોનો આતંક, તલવાર, ધારિયાં અને ધોકા સાથે દુકાનદારને મારવા દોડ્યા બદમાશો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *