Gandhinagar News : પોતાનો પ્રેમ સાચવવા પતિ બન્યો રાક્ષસ: રોહિત અને વર્ષાએ ભેગા મળીને રચ્યો ખૂની ખેલ!

📅 Published: October 9, 2026 | 📂 Category: Crime

સેક્ટર 4 વિસ્તારમાં આડા સંબંધ અને પ્રેમ પ્રકરણના ચક્કરમાં એક મહિલાની નિર્મમ હત્યા થતાં ભારે સનસનાટી મચી ગઈ છે. પોતાનો આડાસંબંધ સાચવી રાખવા અને પ્રેમિકા સાથે રહેવા માટે પતિએ પોતાની જ પત્નીની કાવતરું ઘડીને હત્યા કરી નાખી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ચાર-ચાર નાના બાળકોએ પોતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

ગળાના નિશાનથી ખૂલ્યું મર્ડરનું રહસ્ય

મળતી વિગતો અનુસાર, મૃતક મહિલાની ઓળખ સંગીતા તરીકે થઈ છે, જે ચાર સંતાનોની માતા હતી. સંગીતાના પતિ રોહિતને વર્ષા નામની મહિલા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ આડા સંબંધની જાણ થતાં સંગીતા રોડા રૂપ બનતી હોવાથી રોહિત અને તેની પ્રેમિકા વર્ષાએ ભેગા મળીને સંગીતાને રસ્તામાંથી હટાવવાનો ખૌફનાક પ્લાન બનાવ્યો હતો. બંનેએ સંગીતાને ગળેફાંસો આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. શરૂઆતમાં આ બનાવ સામાન્ય મોત જેવો લાગતો હતો પરંતુ મૃતકના ગળાના ભાગે શંકાસ્પદ નિશાન દેખાતાં હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું.

પતિ રોહિત અને પ્રેમિકા વર્ષા સામે ગુનો નોંધાયો

ગળા પરના નિશાન અને પીએમ (પોસ્ટમોર્ટમ) રિપોર્ટ તેમજ પ્રાથમિક તપાસમાં પતિ રોહિત અને તેની પ્રેમિકા વર્ષાની ભૂમિકા શંકાસ્પદ જણાતાં સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસે આ મામલે તુરંત હરકતમાં આવીને પતિ રોહિત અને પ્રેમિકા વર્ષા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Jamnagar કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભાણી પર અત્યાચાર ગુજારી હત્યા કરનાર નરાધમ મામાને ફાંસીની સજા…!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *