'હેલ્મેટ નિયમોનું પાલન કરાવો, દિવસે દોડતા ડમ્પર બંધ કરાવો':વાહન ચાલકો ચાલુ વાહને મોબાઇલમાં વ્યસ્ત હોય છે!, હાઇકોર્ટની ટકોર

📅 Published: October 9, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદમાં ટ્રાફિક વ્યવસ્થપન મુદ્દે સુઓ મોટો અરજી ઉપર એક્ટિંગ ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ સુનવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટની આ નવી બેન્ચ સમક્ષ સરકારી વકીલે સૌ પ્રથમ આ અરજીમાં અત્યાર સુધી થયેલી કાર્યવાહીની વિગતો આપી હતી. તેમાં ખાસ કરીને ટ્રાફિક પોલીસમાં TRB જવાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બીજા રાજ્યના જજીસ ગુજરાત આવે તો પૂછે છે કે અહીં હેલ્મેટનો કાયદો નથી?
હાઈકોર્ટે સરકારી વકીલને કહ્યું હતું કે, લોકો હેલ્મેટ પહેરતા નથી. બીજા રાજ્યમાંથી જજીસ ગુજરાત આવે છે, તો તેઓ પૂછે છે કે શું અહીં હેલ્મેટનો કાયદો નથી? દરેક રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત છે. વળી ટુ વ્હીલરની પાછળ બેઠેલા લોકો માટે હેલ્મેટ પહેરવાની વાત તો દૂર, વાહન ચાલક પણ હેલ્મેટ પહેરતા નથી! વધુ સુનવણી બે અઠવાડિયા બાદ યોજાશે
અમદાવાદ જેવા શહેરોમાં દિવસે પણ બેફામ ડમ્પરો ફરે છે! લોકો અકસ્માતમાં જીવ ગુમાવે છે. દિવસે ડમ્પરો ફરવા ઉપર પ્રતિબંધનો અમલ કરો. લોકો ચાલુ વાહને મોબાઈલ ઉપર વાતો કરે છે, ગાડીમાં બેસીને વિડિઓ કોલ કરે છે અને વીડિઓ જુએ છે ! તો તેઓનું ધ્યાન ડ્રાઇવિંગમાં ક્યાંથી હોય? જેને લઈને અકસ્માતો સર્જાય છે. આ મુદ્દે વધુ સુનવણી બે અઠવાડિયા બાદ યોજાશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *