Gandhinagar News: પ્રેમ સંબંધના વહેમમાં ખૂની ખેલ, કલોલના બોરીસણામાં યુવકની કરપીણ હત્યા!

📅 Published: October 9, 2026 | 📂 Category: Crime

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બોરીસણા ગામે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી મચાવી દીધી છે. મોબાઈલ ફોન અને પ્રેમ સંબંધના વહેમની અદાવતમાં એક યુવકની સરેઆમ કરપીણ હત્યા કરી નાખવામાં આવી છે. આ ગોઝારી ઘટનાને કારણે ગામમાં અને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

મોબાઈલ પરત લેવા બાબતે શરૂ થઈ હતી બોલાચાલી

ઘટનાની વિગતો મુજબ, બોરીસણા ગામે રહેતી મિત્તલબેન પોપટજી ઠાકોરના નાના દીકરા કરણનો મોબાઇલ ફોન ગામની એક સગીરા પાસેથી મળી આવ્યો હતો. આ મોબાઈલ ફોન બાબતે પ્રેમ સંબંધનો વહેમ રાખીને ગત રોજ મોડી રાત્રે ગામમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મિત્તલબેન અને તેમનો 20 વર્ષીય પુત્ર રાકેશ ઉર્ફે લાલો આ ફોન પરત લેવા માટે અમરતબેન બાલાજી ઠાકોરના ઘરે ગયા હતા, જ્યાં મામલો વધુ ગરમાયો હતો.

Gandhinagar News: Kalol Borisana Youth Murder: 20-Year-Old Stabbed to Death Over Love Affair Dispute

પેટમાં છરી ઝીંકી દેતા આંતરડા બહાર આવી ગયા

બોલાચાલી દરમિયાન વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું હતું. તે જ સમયે અમરતબેનનો પુત્ર ભાવેશ બાલાજી ઠાકોર, જીતુ દિનેશજી ઠાકોર, કિશન વિષ્ણુજી ઠાકોર અને જયમીન નાયક ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે હુમલો કરી દીધો હતો. હુમલા દરમિયાન જીતુ, કિશન અને જયમીને રાકેશને પકડી રાખ્યો હતો, જ્યારે ભાવેશે પોતાની પાસે રહેલી લોખંડની તીક્ષણ છરી રાકેશના પેટના ભાગે ઘા મારી દીધો હતો. આ ક્રૂર હુમલાને કારણે રાકેશના આંતરડા બહાર આવી ગયા હતા અને તે ઘટના સ્થળે જ લોહીલુહાણ થઈને ફસડાઈ પડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

Gandhinagar News: Kalol Borisana Youth Murder: 20-Year-Old Stabbed to Death Over Love Affair Dispute

પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી પોલીસની કડક કાર્યવાહી

યુવકની સરેઆમ હત્યાના આ બનાવથી ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે મૃતકની માતાની ફરિયાદના આધારે પોલીસે અમરતબેન બાલાજી ઠાકોર, ભાવેશ બાલાજી ઠાકોર, જીતુ દિનેશજી ઠાકોર, કિશન વિષ્ણુજી ઠાકોર અને જયમીન નાયક એમ કુલ પાંચ લોકો સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Gandhinagar News : પોતાનો પ્રેમ સાચવવા પતિ બન્યો રાક્ષસ: રોહિત અને વર્ષાએ ભેગા મળીને રચ્યો ખૂની ખેલ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *