Chhota udepur : તણખલા ગામ ખાતે નવરાત્રિના ગરબા માટે ગ્રાઉન્ડની તૈયારી

📅 Published: October 9, 2026 | 📂 Category: gujarati-news

નસવાડી તાલુકાના તણખલા ગામે નવરાત્રીનાં ગરબા રમવા માટે ખેલૈયામાં ભારે ઉત્સાહ જોવા મળે છે. ખેલૈયા અવનવી ડિઝાઇનોના પોશાકની ખરીદીમાં વ્યસ્ત છે. જ્યારે બીજી તરફ્ આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડને તૈયાર કરી આખરી ઓપ આપી રહ્યા છે. તણખલા ગામ નસવાડી તાલુકાનું સૌથી મોટું સેન્ટર ગણાય છે. નર્મદા જિલ્લાને અડીને આવેલું આ ગામ સ્ટેચ્યુ ઓફ્ યુનિટીથી ખુબ નજીક છે. નવરાત્રીના તહેવારને હાલ ગણતરીના દિવસો બાકી છે. જેને લઇ ગરબા રમવા માટે ખેલૈયામાં ભારે થનગનાટ છે. તણખલાની બાજુમાં જીવણપુરા ગામે નાની અંબાજી માતાજીનું મંદિર આવેલું છે. નવરાત્રીનો ધાર્મિક તહેવાર પૂજા, અર્ચના, ઉપાસનાનો તહેવાર તરીકે પણ મનાય છે. નાની અંબાજી ખાતે પણ માતાજીના દરબારમાં ગરબાની રમઝટ જામે છે. તણખલા ગામે નવરાત્રીના ગરબા રમવા માટે આસપાસના ગામોમાંથી ખેલૈયાઓની ભારે ભીડ જામે છે. ગત વર્ષની ભીડને ધ્યાનમાં રાખી તણખલા નવરાત્રી યુવક મંડળ દ્વારા ખેલૈયાઓને ગરબા ઘૂમવા માટે યોગ્ય વ્યવસ્થા મળી રહે એ માટે હાલ ગ્રાઉન્ડ પણ મોટું બનાવવામાં આવ્યું છે. તેમજ આયોજકો દ્વારા નાસ્તા પાણીની વ્યવસ્થા, લાઇટિંગ, ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ સહિતની તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *