લુણાવાડા : રાજ્ય સરકારની આ કલ્યાણકારી યોજના હેઠળ વડીલોને બસ કે લક્ઝરી ગાડીના ભાડામાં 75 ટકાની રાહત આપવામાં આવે છે. લુણાવાડા તાલુકાના નિવૃત્ત શ્રેષ્ઠ શિક્ષક અને સિનિયર સિટીઝન રામજીભાઈ વણકર વર્ષ 2022થી સતત આ યોજનાનો લાભ વિસ્તારના વડીલોને અપાવી રહ્યા છે. ચાલુ વર્ષે પણ તેમના માર્ગદર્શન હેઠળ 56 વડીલોને સૌરાષ્ટ્રના પ્રવાસે લઈ જવાયા હતા. ?આ પ્રવાસના ટીમ લીડર અને નિવૃત્ત શિક્ષક કાલીદાસ વણકર તથા તેમના સાથી રમણભાઈ દ્વારા પ્રવાસનું આયોજન કરાયું હતું. આ યાત્રા દરમિયાન વડીલોએ ચોટીલા, નવા રણુજા, દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર, સોમનાથ, જૂનાગઢ, ભાલકા તીર્થ, ઘેલા સોમનાથ, વીરપુર અને સાળંગપુર જેવા સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોના ભક્તિભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Mahisagar : લુણાવાડાના 56 સિનિયર સિટીઝનો માટે શ્રવણ તીર્થ દર્શન યાત્રા યોજાઈ
📅 Published: October 9, 2026 |
📂 Category: gujarati-news
