અમદાવાદ જિલ્લામાં દસ્ક્રોઈ તાલુકાના ભોઈપુરા ગામની આંગણવાડી જર્જરિત હાલતમાં હોવાથી ભૂલકાંઓની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. આંગણવાડીના છત અને દિવાલોમાંથી ગમે ત્યારે પોપડા પડવાની દહેશત વચ્ચે બાળકો અહીં શિક્ષણ મેળવી રહ્યા છે. વાલીઓમાં ભયનો માહોલ છે. ભોઈપુરા ગામની આંગણવાડીમાં બાળકો રોજ આનંદ અને ઉત્સાહથી મસ્તી કરતા તેમજ એકડો સહિતનું પ્રાથમિક શિક્ષણ મેળવતા જોવા મળે છે, પરંતુ જર્જરિત ઈમારતના કારણે તેમની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. ઈમારતની હાલત એવી છે કે ગમેત્યારે છત કે દિવાલના પોપડા તૂટી નીચે પડવાની શક્યતા છે. આવી સ્થિતિમાં કોઈ બાળકને ઈજા પહોંચે તો જવાબદારી કોની રહેશે તેવો સવાલ વાલીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. બાળકો માટે સુરક્ષિત વાતાવરણ હોવું જોઈએ તેવી આંગણવાડીમાંને માથે જોખમ તોળાતું હોય તો વાલીઓમાં ચિંતા સ્વાભાવિક છે. જર્જરિત આંગણવાડીની સ્થિતિ જોઈને અનેક વાલીઓ પોતાના બાળકોને અહીં મોકલતા પણ ખચકાઈ રહ્યા છે. ત્યારે સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી જોખમી ભાગનું સમારકામ કરાવવામાં આવેઅથવા નવી આંગણવાડીનું મકાન ઝડપથી બનાવવામાં આવે તેવી વાલીઓમાં માંગ ઉઠી છે. બાળકોના માથે જોખમ તોળાતું હોવા છતાં તંત્ર ક્યારે જાગશે તે અંગે પણ સવાલો ઉઠયા છે. ઈમારતની હાલત એવી છે કે ગમેત્યારે છત કે દિવાલના પોપડા તૂટી નીચે પડવાની શક્યતા છે. આવી સ્થિતિમાં કોઈ બાળકને ઈજા પહોંચે તો જવાબદારી કોની રહેશે તેવો સવાલ વાલીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં આ મુશ્કેલીનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ છે.
Ahmedabad : ભોઈપુરામાં જર્જરિત આંગણવાડી જોખમરૂપ
📅 Published: October 9, 2026 |
📂 Category: Ahmedabad
