આદ્યશક્તિ મા અંબાની આરાધનાના મહાપર્વ નવરાત્રી નિમિત્તે ઐતિહાસિક નગરી ડભોઇ ખાતે APMC ગ્રાઉન્ડમાં મા ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રૂપ દ્વારા દર્ભાવતી નવરાત્રી મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરાયું છે ડભોઇના લોકપ્રિય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (શૈલેષ સોટ્ટા)ના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ આ ગરિમાપૂર્ણ ગરબા મહોત્સવ સફ્ળતાપૂર્વક 9મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. આજના વ્યવસાયિક યુગમાં જ્યાં મોટા શહેરોમાં ગરબા રમવા માટે પાસ કે, ટિકિટના નામે હજારો રૂપિયા વસૂલાય છે. ત્યારે દર્ભાવતી નવરાત્રી મહોત્સવની સૌથી મોટી વિશેષતા એ છે કે, અહીં ખેલૈયાઓ કે માઈભક્તો પાસેથી કોઈપણ પ્રકારનો શુલ્ક લેવાતો નથી. ગરબા રમવા તેમજ બેસવા માટેની તમામ સુવિધાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક રખાઇ છે. ભવ્ય મંદિર અને આકર્ષક રોશનીAPMCગ્રાઉન્ડ ખાતે મા ગઢભવાનીનું વિશાળ અને નયનરમ્ય મંદિર તૈયાર કરાયું છે. સમગ્ર પરિસરમાં આકર્ષક ડેકોરેશન અને આધુિનક લાઈટિંગ-સાઉન્ડ સિસ્ટમ ગોઠવાઇ છે. વડીલો, મહિલા અને દર્શકો શાંતિપૂર્ણ માહોલમાં બેસીને ગરબા નિહાળી શકે તે માટે ઉત્તમ બેઠક વ્યવસ્થા વિનામૂલ્યે કરાઇ છે. ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સંસ્કૃતિના જતન માટે શરૂ કરાયેલા સંકલ્પ મુજબ ગ્રાઉન્ડ પર નો તિલકનો એન્ટ્રીના નિયમનું ચુસ્ત પાલન કરાશે. પ્રવેશદ્વારે જ સૌના કપાળે તિલક કરાશે. ઉપરાંત ખેલૈયાઓ અને મુલાકાતીઓને ભારતીય પરંપરાગત પોશાકમાં જ ઉપસ્થિત રહેવા આહવાન કરાયું છે. આ વર્ષે જાણીતા ગાયક કલાકાર હાર્દિક શાહ પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને મોડી રાત સુધી ડોલાવશે. આગામી તા.11થી 20 (સતત 10 દિવસ) સુધી ગરબા ધામધૂમથી યોજાશે. જેને સફ્ળ બનાવવા માટે આયોજક ટીમમાં ભાવેશ પટેલ (નડા), સુનિલ બેન્કર, મહેશ પટેલ અને નરેન્દ્ર અટોદરીયા સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.
Vadodara : ડભોઇ APMC મેદાનમાં દર્ભાવતી કલ્ચરલ ગ્રૂપ દ્વારા નવરાત્રિ મહોત્સવ
📅 Published: October 9, 2026 |
📂 Category: Baroda
