Vadodara : પાદરામાં કોંગ્રેસ દ્વારા સરકાર અને ચૂંટણી પ્રક્રિયાનો સૂત્રોચ્ચાર સાથે વિરોધ

📅 Published: October 9, 2026 | 📂 Category: Baroda

દિલ્હી ખાતે વિપક્ષી સાંસદો દ્વારા કરાઇ રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા બળપ્રયોગ કરાયો હોવાના આક્ષેપોના વિરોધમાં પાદરા શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પાદરા જકાતનાકા નજીક સરદાર પટેલની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસના જણાવ્યા મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને પદ પરથી હટાવવા તેમજ તેમની સામે કાર્યવાહી કરવાની માંગ સાથે વિપક્ષ દ્વારા દિલ્હીમાં સતત વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સાંસદ પ્રિયંકા ગાંધી, કે.સી. વેણુગોપાલ સહિત ઈન્ડિયા ગઠબંધનના સાંસદો સાથે શાંતિપૂર્ણ વિરોધ દરમિયાન દિલ્હી પોલીસે બળપ્રયોગ કર્યો હોવાના વિરોધમાં પાદરામાં કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભાજપ સરકાર તથા ચૂંટણી પ્રક્રિયા અંગે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ, પાદરા શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેન્દ્ર વકીલ, માજી પ્રમુખ રણછોડ, હાર્દિક પટેલ, અનવર ગરાસીયા, ઈમ્તિયાઝ વકીલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ કાર્યકરોએ લોકશાહી અને બંધારણની રક્ષા માટે અવાજ ઉઠાવતા મુખ્ય ચૂંટણી કમિશનર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વિરોધ પ્રદર્શનને કારણે પાદરા જકાતનાકા વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફ્કિની સ્થિતિ પણ અસરગ્રસ્ત થઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *