સુરત : જાણીતી મેટ્રેસીસ ઉત્પાદક કંપની નીલકમલ સ્લીપ દ્વારા ગુજરાત અને મુંબઈના ડીલરો સાથે ઉદ્ગમ કાર્યક્રમનું આયોજન સીલવાસા ખાતે કરવામાં આવ્યું. 125 જેટલા ડીલરોએ ભાગ લઈને કંપનીના લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે પ્રતિબધ્ધતા દર્શાવી. ડીલર મીટમાં કંપનીના નેશનલ સેલ્સ હેડ ચંદન પ્રધાન, વેસ્ટ ઝોન સેલ્સ હેડ સુરજ મિશ્રા તથા કંપનીના પ્રોડક્ટ ડેવલોપમેન્ટ અને ગ્રાહક સેવાઓ આપતા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. સમારંભમાં ડીલરોને ઉત્કૃષ્ટ પ્રદર્શન માટેના વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવમાં આવ્યા. શ્રી ચંદન પ્રધાને જણાવ્યું કે કંપનીના ઉત્પાદનોને ગ્રાહકો સુધી પહોંચાડવામાં ડીલરોની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. તેમણે વધુમાં જણાવ્યું કે નીલકમલ સ્લીપ દ્વારા દરેક ઉત્પાદનોને વધુ ગ્રાહક લક્ષી, આકર્ષક, ટકાઉ અને વ્યાજબી ભાવ રાખીને બનાવવામાં આવે છે. કંપનીમાં ઇ શ્ ડ્ઢ સતત ચાલુ રહે છે તથા મેટ્રેસીસમાં વપરાતા લગભગ બધા જ રો મટીરીયલ પણ નીલકમલ કંપનીમાં જ બનાવવામાં આવે છે. વેસ્ટ ઝોન સેલ્સ હેડ સૂરજ મિશ્રાએ જણાવ્યું કે આગામી તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને કંપની દ્વારા વિવિધ સ્કીમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જનો લાભ ડીલરો અને ગ્રાહકો સુધી પહોંચશે.
Surat : નીલકમલ સ્લીપ દ્વારા ડીલરમીટ યોજાઈ
📅 Published: October 9, 2026 |
📂 Category: Surat
