મોરબીનો વિસ્મય ત્રિવેદી વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં જીત્યો, હવે આંતર યુનિવર્સિટી કક્ષાએ કરશે પ્રતિનિધિત્વ

📅 Published: October 10, 2026 | 📂 Category: gujarati-news

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા આયોજિત યુથ ફેસ્ટિવલમાં મોરબીના વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેણે GMERS મેડિકલ કોલેજ, મોરબીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સ્પર્ધામાં ‘વિશ્વગુરુ ભારતના નિર્માણમાં ગુજરાતનો ફાળો’ વિષય પર વિસ્મયે વક્તવ્ય આપ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 60 થી વધુ કોલેજોના પ્રથમ આવેલા વિદ્યાર્થીઓ વચ્ચે આ સ્પર્ધા યોજાઈ હતી. હવે વિસ્મય આંતર યુનિવર્સિટી કક્ષાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. તે અગાઉ પણ રાજ્ય સરકાર દ્વારા આયોજિત બાળ પ્રતિભા, કલામહાકુંભ અને યુવા ઉત્સવની વકતૃત્વ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ વિજેતા બની ચૂક્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *