Rajkot: મારવાડી યુનિવર્સિટી ફરી વિવાદના વંટોળમાં! 2 આપઘાતનો ભેદ અકબંધ ત્યાં વધુ એક વિદ્યાર્થિની અંતિમ પગલે પહોંચી

📅 Published: October 10, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ-મોરબી હાઇવે પર આવેલી પ્રખ્યાત મારવાડી યુનિવર્સિટી વધુ એક વખત ગંભીર વિવાદ અને ચર્ચાના કેન્દ્રમાં આવી છે. અગાઉ કેમ્પસમાં બનેલી બે વિદ્યાર્થીઓના રહસ્યમય આપઘાતની ઘટનાઓનો ભેદ હજુ પૂરેપૂરો ઉકેલાયો નથી, ત્યાં વધુ એક વિદ્યાર્થિની આત્મહત્યા જેવા અંતિમ પગલા સુધી પહોંચી જતાં ચકચાર મચી ગઈ છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીના ફોટો સાથે ડિજિટલ ચેડાં કરી આપત્તિજનક રીતે વાયરલ કરવામાં આવતાં ગંભીર માનસિક આઘાતમાં સરી પડેલી વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ લખી આત્યંતિક પગલું ભરવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

ફોટો સાથે ચેડાં કરી બદનામ કરવાનો ખેલ

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના અંગત ફોટોગ્રાફ્સ મેળવી તેમાં આપત્તિજનક મોર્ફિંગ (ચેડાં) કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ફોટો સોશિયલ મીડિયા અને મિત્રવર્તુળમાં વાયરલ કરી વિદ્યાર્થિનીને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવી રહી હતી.પોતાના બિભત્સ ફોટો ફરતા થતાં વિદ્યાર્થિની સામાજિક બદનામી અને ભારે માનસિક તણાવમાં આવી ગઈ હતી. અંતે અસહ્ય ત્રાસથી કંટાળીને તેણે હૃદયદ્રાવક સુસાઇડ નોટ લખી પોતાની જીવનલીલા સંકેલી લેવાનું ગંભીર પગલું ભર્યું હતું.

એક્સ-બોયફ્રેન્ડ અને તેનો મિત્ર શંકાના સકંજામાં

આ સનસનાટીભર્યા મામલામાં વિદ્યાર્થિનીના પૂર્વ મિત્ર (એક્સ-બોયફ્રેન્ડ) અને તેના એક સાથીદારની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે.પ્રાથમિક આક્ષેપો મુજબ, સંબંધોમાં ખટાશ આવ્યા બાદ કે કોઈ જૂની અદાવત રાખીને બદલો લેવાના આશયથી આ ફોટો મોર્ફ કરીને સોશિયલ પ્લેટફોર્મ્સ પર વહેતા કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થિનીએ લખેલી સુસાઇડ નોટમાં પણ આ બાબતોનો ઉલ્લેખ હોવાનું સામે આવ્યું છે, જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.

આ પણ વાંચો: Earthquake News: પનામામાં 7.7 ની તીવ્રતાના ભૂકંપ બાદ ડઝનથી વધુ આફ્ટરશોક્સ, મકાનોમાં તિરાડો અને એરપોર્ટ-વીજળી ઠપ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *