Price Hike: શું તમે પણ પી રહ્યા છો ડાયેટ કોક? કેમ અચાનક થયો ભાવમાં આટલો બધો વધારો

📅 Published: October 10, 2026 | 📂 Category: Business

જો તમે ડાયેટ કોક (Diet Coke) ના શોખીન હોવ, તો હવે તમારે તેના માટે વધુ ખર્ચ કરવો પડી શકે છે. દિલ્હી-એનસીઆર (Delhi-NCR), મુંબઈ, બેંગલુરુ અને ગોવા જેવા બજારોમાં, કોકા-કોલાના કેટલાક બોટલર્સ અને સ્થાનિક રિટેલર્સે ડાયેટ કોકની કિંમતમાં વધારો કર્યો છે. સતત પુરવઠાની અછત અને કેન બનાવવા માટે વપરાતા એલ્યુમિનિયમના ભાવમાં વાર્ષિક 30%ના વધારાને કારણે 330 મિલીના કેનની કિંમત ₹50થી વધીને ₹70 થઈ ગઈ છે. આ સ્થિતિ ત્યારે સર્જાઈ છે જ્યારે કોકા-કોલાના પોતાના પ્લાન્ટમાં ઉત્પાદિત ડાયેટ કોક કેન પર હજુ પણ ₹50ની કિંમત છપાયેલી છે.

જુલાઈમાં પણ કિંમતમાં વધારો થયો હતો

કોકા-કોલાના એક સ્વતંત્ર બોટલરે પુષ્ટિ કરી કે, “હા, અમે હવે ડાયેટ કોકના 330 મિલીના કેન ₹70માં વેચી રહ્યા છીએ. એલ્યુમિનિયમ કેનના વધતા ખર્ચનો બોજ અનિશ્ચિત સમય સુધી સહન કરી શકાય તેમ નથી.” આ વર્ષની શરૂઆતમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે એલ્યુમિનિયમ કેનના પુરવઠામાં ભારે અછત સર્જાઈ હતી અને પરિણામે ભાવમાં વધારો થયો હતો. તેની અસર ભારતના સૌથી વધુ વેચાતા સુગર-ફ્રી ડ્રિંક પર પણ પડી હતી.

આ વર્ષે જુલાઈમાં કંપનીએ ૩૦૦ મિલીના કેન (જેની કિંમત ₹40 હતી) ને બદલે ₹50ની કિંમતના મોટા 330 મિલીના ડાયેટ કોક કેન રજૂ કર્યા હતા. એક અહેવાલમાં ટાંકવામાં આવેલા ઈમેલ જવાબમાં, કોકા-કોલાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતીય નિયમો અનુસાર, કંપની તમામ વેપારી ભાગીદારોને સલાહ આપે છે કે તેઓ પેક પર છપાયેલી MRP (મહત્તમ છૂટક કિંમત) મુજબ જ કિંમત વસૂલે. તેમણે ઉમેર્યું હતું કે ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો અને પ્રસંગોને ધ્યાનમાં રાખીને ડાયેટ કોક બજારમાં વિવિધ કિંમતો પર ઉપલબ્ધ છે.

બ્લિંકિટ (Blinkit) અને ઝેપ્ટો (Zepto) પર કિંમત ₹50જ છે

બેવરેજ ઉદ્યોગના એક વરિષ્ઠ અધિકારીએ નોંધ્યું હતું કે સ્વતંત્ર બોટલર્સ અને રિટેલર્સ દ્વારા નક્કી કરવામાં આવતી કિંમતો પર કંપનીનું કોઈ નિયંત્રણ હોતું નથી. કિંમતો વધારવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે છેલ્લા એક વર્ષમાં ઝીરો-કેલરી ડ્રિંક્સની માંગ બમણી થઈ ગઈ છે. બ્લિંકિટ અને ઝેપ્ટો જેવા ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ૩૩૦ મિલીના ડાયેટ કોક કેન હજુ પણ ₹50માં વેચાઈ રહ્યા છે. જોકે, વિવિધ શહેરોના વપરાશકર્તાઓ ઇન્સ્ટાગ્રામ અને X (ટ્વિટર) જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વ્યાપકપણે પોસ્ટ કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે ઓફલાઇન સ્ટોર્સ તથા સુપરમાર્કેટ્સમાં 330 mlની ડાયેટ કોક (Diet Coke) કેન માટે તેમની પાસેથી ₹70 વસૂલવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Surat: ‘કેસરિયા 4.0’ પ્રિ-નવરાત્રિમાં આયોજકોનો ફિયાસ્કો! ગીતા રબારીના ગરબામાં ભીડ બેકાબૂ થતાં બેરિકેડ તૂટ્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *