70 મનોદિવ્યાંગ બાળકોના મનમોહક ગરબા:રાજકોટમાં અન્વિકશિકી ફાઉન્ડેશનના નેજા હેઠળ અનોખો નવરાત્રિ મહોત્સવ યોજાયો

📅 Published: October 10, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટમાં મનોદિવ્યાંગ બાળકો માટે નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 13 વર્ષથી કાર્યરત અન્વિકશિકી ફાઉન્ડેશનના નેજા હેઠળ 70 જેટલા મનોદિવ્યાંગ બાળકો અવનવા ગીતો પર થીરક્યા હતા. મોટાભાગે પ્રિ – મેચ્યુર ડિલિવરી અને આંચકીને કારણે બાળકોને માનસિક તકલીફ થતી હોય છે. જોકે આ બાળકોએ આજે ગરબાની મોજ માણી હતી. અન્વિકશિકી ફાઉન્ડેશનના ડૉ. ફલક ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થામાં દિવ્યાંગ બાળકોને ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી બધું કરાવવામાં આવે છે. છેલ્લા 10 થી 13 વર્ષથી અમે આ દિવ્યાંગ બાળકો માટે ગરબાનું આયોજન કરીએ છીએ અને આ વર્ષે આ આયોજન નવદુર્ગા હોલમાં કરવામાં આવ્યું છે.આ બાળકોને ખુશી આપવી એ જ અમારું એક લક્ષ્ય છે અને અમે લોકો જનરલી બધા તહેવારો દિવ્યાંગ બાળકો માટે ઉજવતા હોઈએ છીએ. નવરાત્રી એ એક એવો તહેવાર છે કે જેમાં બધા બાળકોને રમવાનો હક છે એટલે એના માટે ખાસ અમે આ આયોજન કરીએ છીએ. આ બાળકો જનરલી પ્રિમેચ્યોર ડિલિવરીના લીધે એ લોકોને તકલીફો થતી હોય છે. જેમકે ફિઝિકલી કોઈ ખામી હોય કે માનસિક તકલીફ હોય છે. જેમાં ઘણાને બહેરાશ કે સ્પીચનો પ્રોબ્લેમ હોય છે. આ ઉપરાંત આંચકીને લીધે મગજનું ડેવલપમેન્ટ તેની ઉંમર પ્રમાણે ન થતું હોય તેના લીધે એ લોકોને આવી ખામી રહી જતી હોય છે. જેમાં એક મહિનાથી લઈ અને 30 વર્ષ સુધીના બધા બાળકોને અમે આમાં સામેલ કરીએ છીએ.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *