ભૂકંપ દરમિયાન જીવ જોખમમાં મૂકીને દારૂની બોટલો બચાવી!:પનામામાં 7.6 તીવ્રતાનો ભૂકંપ, અત્યાર સુધી 100થી વધુ વખત ધરતી ધ્રૂજી

📅 Published: October 10, 2026 | 📂 Category: International

પનામામાં ભૂકંપ દરમિયાન એક વ્યક્તિ પોતાના જીવની પરવા કર્યા વિના દારૂની બોટલો બચાવતો જોવા મળ્યો. ભૂકંપના આંચકાથી દુકાનનો સામાન હલવા લાગ્યો, પરંતુ તે બોટલોને સંભાળવામાં વ્યસ્ત રહ્યો. આ દરમિયાન કેટલીક બોટલો પડીને તૂટી ગઈ. પનામામાં સ્થાનિક સમય અનુસાર શુક્રવારે બપોરે લગભગ 1 વાગ્યે 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર રાજધાની પનામા સિટીથી લગભગ 200 કિલોમીટર દૂર અઝુએરો દ્વીપકલ્પમાં હતું. ભૂકંપમાં અત્યાર સુધી 27 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા 18 કલાકમાં અહીં 100થી વધુ આફ્ટરશોક્સ (આંચકા) આવી ચૂક્યા છે. પનામામાં આવેલા ભૂકંપ સાથે જોડાયેલી 4 તસવીરો ચર્ચનો ઘંટમિનાર ધરાશાયી, રસ્તાઓ પર તિરાડો પડી પનામાની નાગરિક સુરક્ષા એજન્સીના જણાવ્યા મુજબ, વેરાગુઆસ, હેરેરા અને લોસ સેન્ટોસ સહિતના અનેક પ્રાંતોમાં નુકસાન થયું છે. પેનનોમે શહેરમાં એક ચર્ચનો ઘંટમિનાર ધરાશાયી થયો અને અનેક ઇમારતોને નુકસાન થયું. વેરાગુઆસમાં રસ્તાઓ પર તિરાડો પડ્યાના અહેવાલો પણ સામે આવ્યા છે. નાગરિક સુરક્ષા સેવાના અધિકારીના જણાવ્યા મુજબ, અનેક લોકો ઘાયલ થયા છે. જેમાં એક વ્યક્તિ પેનનોમેમાં કાટમાળની અડફેટે આવવાથી ઘાયલ થયો હતો. 9 દેશોમાં સુનામીનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું હતું ભૂકંપ બાદ મધ્ય અને દક્ષિણ અમેરિકાના અનેક દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પનામા, કોસ્ટા રિકા, અલ સાલ્વાડોર, પેરુ, મેક્સિકો, ગ્વાટેમાલા, નિકારાગુઆ, કોલંબિયા અને ઇક્વાડોરના દરિયાકાંઠાના વિસ્તારોમાં સંભવિત જોખમની ચેતવણી આપવામાં આવી. એસોસિએટેડ પ્રેસ (AP) મુજબ, બાદમાં પનામા, કોલંબિયા, ઇક્વાડોર, નિકારાગુઆ અને ગ્વાટેમાલાના દરિયાકાંઠા માટેની સુનામીની ચેતવણી હટાવી લેવામાં આવી. અલ સાલ્વાડોર અને ચિલીના ઈસ્ટર આઇલેન્ડ માટે જાહેર કરાયેલ એલર્ટ પણ હટાવી લેવામાં આવ્યા. પનામા યુનિવર્સિટીના નેસ્ટર લુકેએ જણાવ્યું કે ઇસ્લા કાનાસ અને લોસ સેન્ટોસના દક્ષિણ કિનારા નજીક 1થી 3 મીટર ઊંચી લહેરો ઉઠવાની આશંકા હતી. ઇસ્લા કાનાસમાં દરિયાનું પાણી કેટલાક ઘરો સુધી પહોંચી ગયાના અહેવાલો પણ સામે આવ્યા. બે મેટ્રો લાઇન સાથે એરપોર્ટ પણ કેટલાક કલાકો સુધી બંધ રહ્યો ભૂકંપ બાદ તપાસ માટે રાજધાનીની બે મેટ્રો લાઇનો બંધ કરી દેવામાં આવી હતી. શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી હતી. ટોક્યુમેન ઇન્ટરનેશનલ એરપોર્ટને કેટલાક કલાકો માટે બંધ રાખવામાં આવ્યું હતું. શુક્રવારે બપોર બાદ એરપોર્ટ પર ઉડાનો ફરી શરૂ થઈ ગઈ હતી. પનામા નહેરમાં જહાજોની અવરજવર પર ભૂકંપની કોઈ અસર થઈ ન હતી. નહેરનું કામ સામાન્ય રીતે ચાલુ રહ્યું હતું. જોકે, ભૂકંપના કારણે ક્યાંક નુકસાન થયું છે કે નહીં તેની તપાસ માટે ટીમ તહેનાત કરવામાં આવી હતી. ભૂકંપના કારણે 6 પ્રાંતોમાં વીજળીનો પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *