Gir Somnath News: વેરાવળ બંદરે ધારાસભ્યની જનતા રેડ, RKEC કંપની સામે જેટીના કામમાં ગેરરીતિ અને રોયલ્ટી ચોરીના ગંભીર આક્ષેપ

📅 Published: October 10, 2026 | 📂 Category: Crime

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય વેરાવળ બંદરેથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વેરાવળ બંદરે ચાલી રહેલા જેટીના કામમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવાની ફરિયાદો વચ્ચે સ્થાનિક ધારાસભ્ય દ્વારા અચાનક જનતા રેડ કરવામાં આવી હતી. આ સરપ્રાઈઝ ચેકિંગના પગલે બંદર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો અને સંબંધિત અધિકારીઓમાં પણ દોડધામ થઈ ગઈ હતી.

RKEC કંપની સામે જેટીના કામમાં ગેરરીતિ અને રોયલ્ટી ચોરીના ગંભીર આક્ષેપ

વેરાવળ બંદરે વિકાસ કે નિર્માણ કાર્ય સંભાળતી RKEC કંપની સામે ધારાસભ્યએ સીધા અને ગંભીર આક્ષેપો કર્યા છે. જેટીના કામમાં પાયાની બાબતોમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, કાકરી અને રેતીના જથ્થાની કથિત રોયલ્ટી ચોરીનો મુદ્દો પણ જોરશોરથી ગરમાયો છે. સ્ટોકયાર્ડમાં ખનીજના જથ્થાની ગેરરીતિને લઈને પણ ધારાસભ્ય દ્વારા રૂબરૂ માપણી કરાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે.

ઓવરલોડ ટ્રકોની અવરજવર અને કલેક્ટરના પરિપત્રના ઉલ્લંઘન પર સવાલ

બંદર વિસ્તારમાં નિયમોને નેવે મૂકીને ભારે વાહનોની અવરજવર ચાલી રહી છે. ધારાસભ્યના જણાવ્યા મુજબ, જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ઓવરલોડ ટ્રકોના કારણે રસ્તાઓની હાલત ખરાબ થવાની સાથે સરકારની રેવન્યુને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ ટ્રકોના વજન અને પરવાનગી બાબતે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

Gir Somnath News: MLA Conducts Janta Raid at Veraval Port; Accuses RKEC Company of Irregularities

વાહનોના વીમા, લાયસન્સ અને નંબર પ્લેટની ચકાસણીની માગ

જનતા રેડ દરમિયાન કંપનીના વાહનો અને તેમાં કામ કરતા સાધનોની પણ પોલ ખુલી છે. ધારાસભ્ય દ્વારા માગ કરવામાં આવી છે કે, કામમાં વપરાતા તમામ ભારે વાહનોની નંબર પ્લેટ, પાસિંગ, વીમો તેમજ ડ્રાઇવરોના લાયસન્સની ઝીણવટભરી તપાસ કરવામાં આવે.

Gir Somnath News: MLA Conducts Janta Raid at Veraval Port; Accuses RKEC Company of Irregularities

કંપનીને બ્લેકલિસ્ટ કરી FIR નોંધવાની માગ, હવે ખાણ-ખનિજ અને RTO વિભાગ પર નજર

ધારાસભ્યએ આડેધડ ચાલતી ગેરરીતિઓ સામે લાલ આંખ કરીને તંત્ર સમક્ષ કડક કાર્યવાહીની માગ મૂકી છે. RKEC કંપની સામે કાયદેસરની ફોજદારી ફરિયાદ નોંધીને તેને ત્વરિત બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી ઉગ્ર માગ ઉઠી છે. હવે આ સમગ્ર પ્રકરણે ખાણ-ખનિજ વિભાગ અને RTO તંત્ર કેવી અને શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.

આ પણ વાંચો: Gir Somnath News: સૂત્રાપાડામાં અધતન એસટી બસ સ્ટેન્ડની માગ, વાહન વ્યવહાર મંત્રીને કરાઈ સત્તાવાર રજૂઆત!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *