Sandesh Indepth: મેયર કહે છે ફાયરની ટીમ બાળકીની શોધખોળ કરી રહી છે, વિકાસની ડંફાસો વચ્ચે તંત્ર કેમ આંધળું બન્યું?

📅 Published: October 11, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ કેટલા હદ સુધી નિષ્ઠુર અને બેદરકાર હોઈ શકે છે.એ વાતની પ્રતીતિ વરસાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કોકાકોલા વેરહાઉસની 20 ફૂટ ઊંડી ગટરના પાણીમાં માતાની આંગળીએથી વિખૂટી પડેલી 10 વર્ષની મનીષા સાલત નામની બાળકી નરોડામાં એકાએક ગુમ થઈ ગઈ છે.જવાબદારી લેવાના બદલે કોર્પોરેશનના અધિકારીઓએ સમગ્ર જવાબદારી રોડ ડેવલપ કરવા નેશનલ હાઈવે ઓથોરિટી પર નાંખી દીધી હતી.ગટરમાં ગરકાવ થયેલી 8 વર્ષની પ્રજ્ઞાચક્ષુ દીકરીના કોઈ સંદર્ભ મળ્યા નથી.મીડિયામાં વાહવાહી લૂંટવા આ કોર્પોરેશનના અધિકારીઓ,મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ બાબત પ્રત્યે એક લાઈન પણ બોલવામાં શરમ અનુભવી નથી.

ફાયરની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે: મેયર હિતેશ બારોટ

શહેરના મેયર હિતેશ બારોટે તો ગઈ કાલે રાત્રે જવાબદારીમાંથી હાથ ખંખેરી નાંખ્યા હોય તેમ બેફામ વાણી વિલાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હાલમાં આ નેશનલ હાઈવે પર કામ ચાલી રહ્યું છે. અહીં ગટર લાઈન કોણે ખોલી છે અને કેમ ખોલી છે તેની તો હાલમાં કશી જ ખબર નથી. કોર્પોરેશન દ્વારા પણ આ લાઈન ખોલવામાં નથી આવી. હાલમાં ફાયરની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. સીસીટીવીની ટીમ પણ બોલાવીશું અને ઈજનેરોની ટીમ પણ કામે લાગી છે. હાલમાં તહેવારોનો સમય છે એવામાં પણ અમારા કોર્પોરેશનની કામગીરી બાળકીને શોધવા અવિરત ચાલુ રહેશે. મેયરે તો જવાબદારીમાંથી હાથ ખંખેર્યા જાણે શહેરમાં કોઈ પણ જગ્યાએ ખોદકામ થાય તેની જાણ તંત્રને હોતી જ નથી. હવે અહીં અનેક ઘણા સવાલો પણ સામે આવી રહ્યાં છે. છેલ્લા 15 કલાકથી બાળકીને શોધવાના પ્રયાસો થઈ રહ્યાં છે પણ બાળકીનો હજી કોઈ અત્તોપત્તો નથી. 

અમદાવાદ મોત

નારોલ પોલીસે જાણવા જોગ નોંધી

ગટરમાં ગરકાવ થઈ ગયેલી મનીષા સાલતના પરિવારમાં માતા-પિતા ૩ ભાઈ અને એક બહેન છે. છાપરામાં રહેતો પરિવાર પાણી ના આવડુ હોવાથી કેનાલોમાં નાહવા ગયો હતો. બાળકીના સ્વજન હંસાબેને કહ્યું હતું કે, ગઈકાલે આ બાળકી તેની મમ્મી સાથે રિક્ષામાંથી ઉતરી હતી. ત્યાર બાદ તે ડ્રેનેજમાં પડી હતી. આ બાળકી ગુમ થવા મામલે નારોલ પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી છે. હાલમાં મનીષા સલાટની શોધખોળ માટે કાર્યવાહી ચાલુ છે. ફાયર વિભાગની મદદથી તપાસ ચાલુ કરવામાં આવી છે. 

AIની ડંફાસ મારનારાઓને ઢાંકણા વગરની ગટર કેમ ના દેખાઈ?

અમદાવાદના વિડીયો વોર્ડમાં આવેલા રોડ ઉપર પહેલા ખાડા એ.આઈ.ની મદદથી શોધી લેતી ચાર કલાકના સમયમાં સ્માર્ટકામ કરી દેવાની ડંફાસ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોએ મારી હતી. રોડ ઉપર ગોઠવેલા એ.આઈ.ની મદદથી ઢાંકણા વગરની ગટર કેમ ના દેખાઈ? એ મોટો સવાલ છે.

મ્યુનિ.તંત્રે નેશનલ હાઈવે ઓથોરિટી સામે કેમ કાર્યવાહી ના કરી?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ સિટી એન્જિનિયર હિંમશુ મહેતાના કહેવા મુજબ, નારોડ ક્રોઝી હોટલથી શાસ્ત્રી બ્રિજ સુધીનો રોડ ડેવલપ કરવા નેશનલ હાઈવે ઓથોરિટીને સોંપેલો છે આ ઓથોરિટી જ ગટરના ઢાંકણા ઊંચા-નીચા કરવા સહિતની કામગીરી કરે છે.કોર્પોરેશન પોતાનો રોડ નેશનલ હાઈવે ઓથોરિટીનો આક્ષેપ કરે છે તો કોર્પોરેશને પ્રમોટીંગ ના નુકસાન પહોંચાડે તેમ છતાં કોર્પોરેશન કાયદાકીય પોલીસ ફરિયાદ નોંધાવતું નથી. આ બાબત તપાસ માંગી લે છે.

ત્રણ મહિનામાં 7 નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરી કરવાના પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે.આમ છતાં,વર્ષ-2024ના ચોમાસામાં પણ મ્યુનિસિપલ સત્તાધીશો અને ઉચ્ચ અધિકારીઓની બેદરકારીના કારણે 7 નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો.માત્ર ત્રણ માસના સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીને લઈ સાત લોકોના મોત થતા ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા કડક વલણ અપનાવવામાં આવતા કોર્પોરેશન શહેરમાં આવેલા 42 હજારથી વધુ વીજ થાંભલાનું મેન્ટેનન્સ હાથ ધરવાની ફરજ પડી હતી.

આ પણ વાંચોઃ Ahmedabad News: ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં વેઇટિંગ વધ્યું, હવાઈ ભાડાં બમણાં થતાં મુસાફરોમાં ચિંતા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *