Elon Muskની સ્ટારલિંકનો વિવાદ વકર્યો કહ્યુ, "જો સ્ટારલિંક મોંઘી છે, તો પછી ડર શાનો છે?"

📅 Published: October 11, 2026 | 📂 Category: Business

ભારતના સેટેલાઇટ ઇન્ટરનેટ ક્ષેત્રે પ્રવેશવા માટે ટેસ્લા અને સ્પેસએક્સના વડા એલોન મસ્ક તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વચ્ચેનો વિવાદ વધુ તીવ્ર બન્યો છે. એલોન મસ્કે સોશિયલ મીડિયા પર મુકેશ અંબાણીના સમર્થકો પર બેવડું વલણ અપનાવવાનો આરોપ લગાવતા તીખો હુમલો કર્યો છે. મસ્કે દલીલ કરી છે કે જો સ્ટારલિંકની સેવાઓ ભારતમાં ખૂબ મોંઘી હોય, તો ભારતીય ગ્રાહકો તેને પસંદ નહીં કરે, જેથી સ્થાનિક કંપનીઓએ ડરવાની જરૂર નથી.

મસ્કનો તર્ક અને વિરોધ પર સવાલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતા મસ્કે અંબાણીના સમર્થકોના દાવો સામે સવાલ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે એક તરફ એવું કહેવામાં આવે છે કે ભારતમાં અંબાણીની કંપનીઓ અત્યંત સસ્તા દરે ઇન્ટરનેટ પૂરું પાડે છે અને સ્ટારલિંક તેમની સામે ટકી શકશે નહીં; તો બીજી તરફ તે જ લોકો સ્ટારલિંકને પોતાની સૌથી મોટી હરીફ ગણાવીને તેના પ્રવેશનો વિરોધ કરી રહ્યા છે. મસ્કના મતે, મુક્ત સ્પર્ધાથી હંમેશા સામાન્ય ગ્રાહકોને ફાયદો થાય છે કારણ કે તેમને વધુ વિકલ્પો મળે છે. તેમણે ઉમેર્યું કે સ્ટારલિંકના આવવાથી અંબાણીના નફામાં કદાચ થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ તેમનો વ્યવસાય બંધ થઈ જશે નહીં.
<a href="

=” target=”_blank”>

=

આ પહેલાં પણ મસ્કે અંબાણી પર કટાક્ષ કરતા તેમને “વડાપ્રધાન અંબાણી” કહ્યા હતા અને રિલાયન્સ સાથે જોડાયેલી કંપનીઓ દ્વારા કરાયેલા રાજકીય દાનના અહેવાલો શેર કર્યા હતા. જોકે, રિલાયન્સ જૂથે આ તમામ આક્ષેપો પર મૌન જાળવ્યું છે.

કેન્દ્ર સરકારનું વલણ અને પ્રક્રિયા

બીજી તરફ, મસ્કના આક્ષેપો વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે ભારત સરકાર બજારમાં કોઈ પણ કંપનીના એકાધિકાર (Monopoly) ને સમર્થન આપતી નથી. સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના જણાવ્યા અનુસાર, ભારતમાં સેટેલાઇટ સંચાર સેવાઓ માટે સ્ટારલિંક સહિત કુલ ત્રણ કંપનીઓને પ્રાથમિક લાઇસન્સ આપવામાં આવ્યા છે. જેમાં રિલાયન્સ જિયોનું ‘જિયો સેટકોમ’ અને ભારતી ગ્રુપનું ‘યુટેલસેટ વનવેબ’ પણ શામેલ છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે માત્ર લાઇસન્સ મળવાથી સેવાઓ શરૂ થઈ શકતી નથી. સ્ટારલિંકે દેશની તમામ સુરક્ષા તપાસો પૂર્ણ કરવી પડશે અને સ્પેક્ટ્રમ ફાળવણીની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. સરકારે ખાતરી આપી છે કે આ નીતિ-નિયમો તમામ કંપનીઓ માટે સમાન અને ન્યાયી છે.

આ પણ વાંચોઃCJP Protest: અભિજીત દિપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા બાદ મુક્ત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *