બાંગ્લાદેશના સ્ટાર ફાસ્ટ બોલર હસન મહમૂદે ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો છે. અબુધાબીમાં અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી રોમાંચક ટેસ્ટ મેચમાં હસન મહમૂદે પોતાની ઘાતક બોલિંગના જોરે કરિયરની પ્રથમ ટેસ્ટ હેટ્રિક ઝડપી છે. આ ઐતિહાસિક સિદ્ધિ સાથે તે ટેસ્ટ ફોર્મેટમાં હેટ્રિક લેનારો બાંગ્લાદેશનો ત્રીજો અને દેશનો સર્વપ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે. તેના આ શાનદાર પ્રદર્શનના કારણે બાંગ્લાદેશે મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે.
5 વિકેટ ઝડપી અફઘાનિસ્તાનની કમર તોડી નાખી
મેચની વાત કરીએ તો, બાંગ્લાદેશે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં 346 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હસન મહમૂદની આક્રમક બોલિંગ સામે અફઘાનિસ્તાનની ટીમ માત્ર 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હસને 21 ઓવરમાં માત્ર 55 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ ચોથી વખત છે જ્યારે તેણે એક ઇનિંગમાં 5 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. આ પ્રદર્શનના કારણે બાંગ્લાદેશને પ્રથમ ઇનિંગ્સમાં 106 રનની મહત્વપૂર્ણ લીડ મળી છે.
ઓવરના 3 બોલમાં 3 શિકાર, આ રીતે પૂરી કરી હેટ્રિક
અફઘાનિસ્તાનની પ્રથમ ઇનિંગ્સની 83મી ઓવરમાં હસન મહમૂદે આ ઈતિહાસ રચ્યો હતો. તેણે ઓવરના સતત ત્રણ બોલ પર અફઘાન બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા
બાંગ્લાદેશ ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાયું નામ
બાંગ્લાદેશ માટે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેવી ખૂબ જ દુર્લભ બાબત છે. આ પહેલા માત્ર બે જ બોલરો આ કારનામું કરી શક્યા છે અને તે બંને સ્પિનર હતા. હસન મહમૂદ આ યાદીમાં જોડાનારો પ્રથમ ફાસ્ટ બોલર છે
• અલોક કપાલી (સ્પિનર): વર્ષ 2003 (બાંગ્લાદેશની પ્રથમ ટેસ્ટ હેટ્રિક)
• સોહાગ ગાઝી (સ્પિનર): વર્ષ 2013
• હસન મહમૂદ (ફાસ્ટ બોલર): વર્ષ 2026 (ઇતિહાસનો પ્રથમ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર)
આ પણ વાંચો – Vaibhav Sooryavanshi તક ન આપવા પર સેહવાગનો ગંભીરને સંદેશ, શું મળશે તક?
