Suratમાં TEJAS એસોસિએશનનું મહામંથન, 35 હજારથી વધુ મશીન માલિકોની હાજરીમાં લેવાયા નિર્ણયો

📅 Published: October 11, 2026 | 📂 Category: Surat

ટેક્સટાઇલ સિટી સુરતમાં કાપડ ઉદ્યોગના ભવિષ્ય અને વર્તમાન પડકારોને લઈને તેજસ (TEJAS) એસોસિએશન દ્વારા એક વિશાળ ‘મહામંથન’ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાબેઠકમાં સુરત અને આસપાસના વિસ્તારોમાંથી 35 હજારથી વધુ મશીન માલિકો અને ઉદ્યોગકારોએ હાજરી આપી હતી. હાલમાં કાપડ ઉદ્યોગમાં 8 કલાકની શિફ્ટ અને સાપ્તાહિક રજાના નિયમોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

કારખાનાં બંધ રાખવાની અટકળો ફગાવાઈ

બેઠકમાં તેજસ એસોસિએશને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી કારખાનાં બંધ રાખવાની તમામ અટકળો અને અફવાઓને સખત શબ્દોમાં ફગાવી દીધી હતી. એસોસિએશનના હોદ્દેદારોએ દાવો કર્યો હતો કે 8 કલાક કામ અને ફરજિયાત રજાના નવા નિયમો લાદવાથી કારીગરોની માસિક આવકમાં મોટો ઘટાડો થશે, જેનાથી શ્રમિકોને આર્થિક નુકસાન સહન કરવું પડશે. તેથી ઉદ્યોગ અને કારીગર બંનેના હિત જળવાઈ રહે તે જરૂરી છે.

જૂની પદ્ધતિમાં પગાર વધારાની તૈયારી

મહામંથનમાં ઉદ્યોગકારોએ એકસૂરે સ્વીકાર્યું હતું કે જૂની કામકાજની પદ્ધતિ મુજબ જ જો કામ ચાલુ રાખવામાં આવે તો તેઓ કારીગરોના પગારમાં યોગ્ય વધારો કરવા માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. આ મહાબેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સુરતના વિશ્વપ્રસિદ્ધ ટેક્સટાઇલ ઉદ્યોગને વધુ સદ્ધર બનાવવાનો, કારીગરોના રોજીરોટીના રક્ષણનો અને મિલ માલિકો વચ્ચે પરસ્પર તાલમેલ જાળવી રાખવાનો હતો.

આ પણ વાંચો : Navsariમાં રખડતાં ઢોરનો ભયાનક આતંક, કાળ બનીને ભ્રમણ કરતા ઢોરે બે યુવકોના બલિ લીધા…!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *