ભરૂચની આમ્રપાલી સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ, માતાજીનો દીવો સળગતો હતો ત્યારે તેની જ્યોત પરદા સાથે અડકતાં આગ લાગી હતી. આગ લાગતા મકાનમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ભરૂચ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ટીમે ઝડપથી આગ પર કાબૂ મેળવી લીધો હતો. રહેણાંક વિસ્તારમાં આગની ઘટનાને કારણે આસપાસના લોકોમાં ચિંતા ફેલાઈ હતી. સોસાયટીમાં લોકોના ટોળા એકઠા થયા હતા. આગથી કેટલું નુકસાન થયું છે તે અંગેની વધુ તપાસ ચાલી રહી છે.
માતાજીના દીવાથી ભરૂચની આમ્રપાલી સોસાયટીમાં મકાનમાં આગ:પરદામાં આગ લાગતા દોડધામ, ફાયર ટીમે પહોંચી કાબૂ મેળવ્યો
📅 Published: October 11, 2026 |
📂 Category: gujarati-news
