ગોધરામાં ટ્રેનની અડફેટે અજાણ્યા વૃદ્ધનું મોત:રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ-3 પર બાન્દ્રા-ગાજીપુર એક્સપ્રેસની અડફેટે આવ્યા; ઓળખ માટે પોલીસ તપાસ શરૂ

📅 Published: October 11, 2026 | 📂 Category: gujarati-news

પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવી જતાં અંદાજે 60 વર્ષના અજાણ્યા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગોધરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 પર આવેલા ટ્રેક પરથી પસાર થઈ રહેલી બાન્દ્રા-ગાજીપુર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે વૃદ્ધ આવી ગયા હતા. આ ઘટનાને પગલે રેલવે પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સફેદ શર્ટ અને કાળા પેન્ટમાં હતા વૃદ્ધ
મૃતક વૃદ્ધે સફેદ રંગનો શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેર્યું હતું. રેલવે જી.આર.પી. પોલીસે ઘટનાસ્થળે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહને ઓળખ માટે સિવિલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે. મૃતકના વાલીવારસોની ઓળખ માટે પોલીસની તપાસ
મૃતક વૃદ્ધની ઓળખ હજી સુધી થઈ શકી નથી. આથી રેલવે પોલીસે તેમના વાલીવારસો અને સગા-સંબંધીઓની ભાળ મેળવવા માટે તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ થાય અને તેમના પરિવારજનો સુધી પહોંચીને જાણ કરી શકાય તે માટે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *