જુડોમાં ઇન્ટરનેશનલ કક્ષાએ ઝળકવાનું સ્વપ્ન:રાજકોટમાં જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ, 2030 કોમનવેલ્થ – 2036 ઓલમ્પિક માટે ખેલાડીઓને અપાતી સ્પેશિયલ ટ્રેનીંગ

📅 Published: October 11, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટમાં જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભનો આજે 11 ઓક્ટોબરથી પ્રારંભ થયો હતો શહેરના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જુડો, બેડમિન્ટન અને વોલીબોલની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જુડોની નેશનલ પ્લેયરે ઇન્ટરનેશનલ કક્ષાએ રાજકોટનું નામ રોશન કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો જ્યારે છેલ્લા 5 વર્ષથી વોલીબોલ રમતી ધોરણ 11 ની ખેલાડીએ 2036 ઓલિમ્પિક્સમાં ઝળકવાનું સ્વપ્ન સેવીને બેઠી હોવાનું જણાવ્યું હતું તો જિલ્લા રમત ગમત અધિકારીએ વર્ષ 2030 ની કોમનવેલ્થ અને 2036 ની ઓલમ્પિક માટે વિદ્યાર્થી ખેલાડીઓને સ્પેશિયલ ટ્રેનીંગ આપવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. નિધિ વરાણે જણાવ્યું હતું કે, હું ધ ગેલેક્સી સ્કૂલ વાડીમાં અભ્યાસ કરું છું. હું છેલ્લા 5 વર્ષથી આ વોલીબોલ રમુ છું અને દર વર્ષે મને કંઈક નવું શીખવા મળે છે. દર વખતે નવી ટીમને અમે હરાવીએ તો અમને આમ બહુ પ્રોત્સાહન મળે. આ વખતે જેટલી ટીમ આવી છે એમાય બધાને હરાવીને ફર્સ્ટ પ્લેસ અમારે સિક્યોર કરવો છે અને એ જ અમારો હંમેશાથી ગોલ રહ્યો છે. અમારી સ્કૂલમાં સંજય સર અમારા વોલીબોલ કોચ છે. જે અમને દર બે દિવસે અમને 2 કલાક પ્રેક્ટિસ કરાવે છે. વર્ષ 2036 ઓલિમ્પિક્સ અમદાવાદમાં રમવાની છે ત્યારે આપણા જેવા નાના પ્લેયર્સને ઓપોર્ચ્યુનિટી મળે છે. જેથી આપણે આપણું બેસ્ટ દઈએ એટલે આપણે આપણા ઇન્ડિયાને રીપ્રેઝન્ટ કરી શકીએ. તેમણે જણાવ્યું કે, મારા માતાનું નામ નીલાબેન છે તે હાઉસમેકર છે અને મારા પપ્પાનું નામ હિંમતભાઈ છે જેમને શોપ છે. જ્યારે જુડોની ખેલાડી રાધિકા મુકેશભાઈ ધોળિયાએ જણાવ્યું હતું કે, ડી.એલ.એસ.એસ. સ્કૂલમાં અભ્યાસ કરું છું. મેં જુડોમાં મને ચાર નેશનલ અને એક નેશનલમાં સિલ્વર મેડલ મળી ચૂક્યો છે. જુડો ગેમ સેલ્ફ ડિફેન્સ માટે સારી છે. ફિટનેસ માટે અને મહિલાઓની તાકાત બને એવી ગેમ છે. જ્યારે ભવિષ્યમાં ઇન્ટરનેશનલ રમવાનો ગોલ છે. રાજકોટ જિલ્લા રમતગમત અધિકારી વી.પી. જાડેજાએ જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ 2026ની શરૂઆત થઈ ગઈ છે. જિલ્લા કક્ષાની સ્પર્ધાનું ઓપનિંગ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે વડોદરા ખાતે તા.9ના પ્રારંભ થયો. આજે તા.11થી ગુજરાતના જિલ્લામાં ખેલ મહાકુંભનું આયોજન શરૂ થઈ ગયું છે. રાજકોટ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જુડો, બેડમિન્ટન અને વોલીબોલ સ્પર્ધાનું આયોજન થયું છે.જુડોમાં 300 થી 400 ભાઈઓનું રજિસ્ટ્રેશન થઈ ગયેલું છે. ખાસ કરીને આપણે જ્યારે 2030 માં કોમનવેલ્થ આયોજન થવાનું છે અને 2036 માં ઓલમ્પિક ગેમ્સનું આયોજન થવાનું છે ત્યારે ખાસ કોમનવેલ્થને ધ્યાનમાં રાખી મેક્સિમમ કોમ્પિટિશન અમદાવાદ ખાતે થઈ રહી છે. જ્યાં એક મોટું આખું ઓલમ્પિક વિલેજ, સ્પોર્ટ્સ વિલેજ તૈયાર થયેલું છે અને રાજકોટમાં પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની ડીએલએસએસ સ્કૂલ છે. જ્યાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો સ્પોર્ટ્સની પ્રેક્ટિસ કરવા માટે આવી રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *