ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાંથી ઉત્તરપ્રદેશના લખનઉમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. છેતરપિંડીના ગુનામાં ફરાર હતો આરોપી
લખનઉ શહેરના ઈન્દિરાનગર પોલીસ મથકમાં 30 વર્ષીય આરોપી મુન્તઝીર મહંદી હબીબ અલી ભૂરાણી (રહે. ફ્લેટ નં. 303, બાગ-એ-હશન ફ્લેટ, પ્રભુદાસ તળાવ, ભાવનગર) વિરુદ્ધ BNS એક્ટની કલમ 318(4), 336(3), 340(2), 338 તથા 61(2) હેઠળ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આરોપી લાંબા સમયથી નાસતો ફરતો હતો. ઉત્તરપ્રદેશ પોલીસને આરોપી સોંપવાની પ્રક્રિયા
ભાવનગર SOGની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આ આરોપી પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આવેલા તેના ઘરની નીચે ઊભો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરીને આરોપીની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે આ ગુનામાં પોતે સંડોવાયેલો હોવાની કબૂલાત કરી હતી. SOG ટીમે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, આગળની તપાસ અને ઉત્તરપ્રદેશ પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવા માટે તેને ઘોઘારોડ પોલીસ મથકે સોંપી આપ્યો છે.
લખનઉમાં છેતરપિંડીના ગુનામાં નાસતો આરોપી ભાવનગરમાંથી ઝડપાયો:SOGએ પ્રભુદાસ તળાવ પાસેના ઘરેથી દબોચ્યો, યુપી પોલીસને સોંપાશે
📅 Published: October 11, 2026 |
📂 Category: gujarati-news
