ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે, જેમાં મતદારોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર આ વખતે ગાંધીનગર મનપામાં સરેરાશ 59.25% મતદાન નોંધાયું છે. પાટનગરના નાગરિકોમાં પોતાના પ્રતિનિધિઓ પસંદ કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના પરિણામે મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.
વોર્ડ 4 મતદારોમાં મોખરે, વોર્ડ 5 માં ઓછું મતદાન
વિવિધ વોર્ડના મતદાન પર નજર કરીએ તો વોર્ડ નંબર 4 ના નાગરિકોએ મતદાન કરવામાં સૌથી વધુ ઉત્સાહ દર્શાવ્યો હતો. વોર્ડ નંબર 4 માં સૌથી વધુ 74.78% મતદાન નોંધાયું હતું. બીજી તરફ, વોર્ડ નંબર 5 માં સૌથી ઓછું 48.43% મતદાન થવા પામ્યું હતું.
જાણો તમારા વોર્ડમાં કેટલા ટકા થયું મતદાન?
ગાંધીનગરના તમામ 11 વોર્ડના મતદાનની અંતિમ ટકાવારી નીચે
- સૌથી વધુ – વોર્ડ 4: 74.78%
- સૌથી ઓછું – વોર્ડ 5: 48.43%
- વોર્ડ 1: 71.22%
- વોર્ડ 2: 69.70%
- વોર્ડ 3: 59.26%
- વોર્ડ 6: 61.98%
- વોર્ડ 7: 66.37%
- વોર્ડ 8: 51.88%
- વોર્ડ 9: 51.54%
- વોર્ડ 10: 50.80%
- વોર્ડ 11: 57.69%

ગત ચૂંટણીના તમામ રેકોર્ડ તૂટ્યા
ચૂંટણી તંત્ર માટે આ વખતનું મતદાન ઉત્સાહજનક રહ્યું છે, કારણ કે ગત ચૂંટણીઓની સરખામણીએ આ વખતે મતદાનની ટકાવારીમાં મોટો વધારો જોવા મળ્યો છે. અગાઉની ગાંધીનગર મનપા ચૂંટણીમાં 56.04% મતદાન નોંધાયું હતું, જ્યારે આ વખતે 59.25% સાથે અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન નોંધાયું છે. મતદાનમાં થયેલો આ વધારો કયા રાજકીય પક્ષ માટે ફાયદાકારક સાબિત થશે તેના પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચો: Gandhinagar મનપા ચૂંટણીમાં સાંજ સુધીમાં 54% મતદાન, SP રવિતેજાએ સ્પષ્ટતા કરતા કહ્યું, ‘કોઈ મોટો ઈશ્યુ નથી’
