Ahmedabadના સાબરમતીમાં ઘરઆંગણે સુતેલી 13 વર્ષીય સગીરાની છેડતી, બૂમાબૂમ થતાં આરોપી થયો ફરાર

📅 Published: October 11, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને સગીરાની સુરક્ષા પર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. સાબરમતી વિસ્તારમાં રહેતી એક 13 વર્ષીય માસૂમ સગીરા પોતાના ઘરમાં માતા સાથે સુઈ રહી હતી. તે સમયે એક અજાણ્યો યુવક ઘરમાં ઘૂસી આવ્યો હતો અને નિંદ્રાધીન સગીરા સાથે શારીરિક અડપલાં અને છેડતી કરવાનું શરૂ કર્યું હતું.

સગીરાએ બૂમાબૂમ કરતાં આરોપી ફરાર

આ શરમજનક હરકતથી સગીરા અચાનક જાગી ગઈ હતી અને ગભરાઈને તેણે જોરજોરથી બૂમાબૂમ કરી મૂકી હતી. સગીરાના અવાજથી પરિવારજનો જાગી જતાં અને આસપાસના લોકો ભેગા થઈ જવાની બીકે આરોપી તુરંત જ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઘટના બાદ સોસાયટીમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ તપાસવામાં આવતાં છેડતી કરનાર આરોપી નાગેશ ડાભી હોવાની સ્પષ્ટ ઓળખ થઈ હતી.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ સમગ્ર મામલે પરિવારે સાબરમતી પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને આરોપી નાગેશ ડાભી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તેમજ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી લીધો છે. સાબરમતી પોલીસે ફરાર થઈ ગયેલા આરોપી નાગેશ ડાભીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને સઘન તપાસ અને શોધોળ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *