Navsari : ની વિદ્યાર્થિનીઓ ટેક્વેન્ડો અને બોક્સિંગ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ઝળકી

📅 Published: October 11, 2026 | 📂 Category: gujarati-news

સુરતના અડાજણ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની અંડર-17 ટેક્વેન્ડો સ્પર્ધામાં નવસારીની શેઠ એચ.સી.પારેખ હાઇસ્કૂલની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને નવસારી શહેરનું નામ રોશન કર્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની ટેક્વેન્ડો સ્પર્ધા નવસારી હાઈસ્કૂલની વિદ્યાર્થિની દ્રષ્ટિ ભવરસિંહ રાજપૂતે અંડર-17 વય જૂથ અને 32થી 35 કિગ્રા વજન કેટેગરીમાં ઉત્કૃષ્ટ કૌશલ્ય દાખવી તૃતીય ક્રમ (બ્રોન્ઝ મેડલ) પ્રાપ્ત કરી રાજ્યકક્ષાનું પ્રમાણપત્ર મેળવ્યું છે.

આ ઉપરાંત અમદાવાદના નિકોલ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની અંડર-17 બહેનોની બોક્સિંગ સ્પર્ધામાં વિદ્યાર્થિની સૃષ્ટિ પ્રમોદકુમાર સોનકરે શાનદાર પ્રદર્શન કરી 42થી 44 કિગ્રા વજન કેટેગરીમાં તૃતીય ક્રમ મેળવીને રાજ્યકક્ષાનું પ્રમાણપત્ર હાંસલ કર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *