Valsad : રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટની સિદ્ધિ, 12 કલાકમાં 3,621 યુનિટ રક્તસંગ્રહ

📅 Published: October 11, 2026 | 📂 Category: Valsad

રોલા ગામના રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં માત્ર 12 કલાકમાં 3,621 બ્લડ યુનિટ એકત્રિત કરવાની સિદ્ધિ મેળવી હતી. ટ્રસ્ટની આ સિદ્ધિને ઇન્ડિયા બુક રેકોર્ડ્સ દ્વારા માન્યતા મળતાં, રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિની નામના રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી છે. રક્તદાન શિબિરનું આયોજન કરનારા ટ્રસ્ટના પ્રમુખ ચિંતનભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા પ્રમાણપત્રો તેમજ મેડલ અર્પણ કરવામાં આવ્યાં હતાં. રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ રક્તદાન શિબિર સહિતની અનેકવિધ સેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે. વર્ષ 2024માં 1,621 બ્લડ યુનિટ અને વર્ષ 2025માં 2,025 બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યાં હતાં. વર્ષ 2026માં માત્ર 12 કલાકમાં 3,621 બ્લડ યુનિટ એકત્રિત કરવાની વિરલ સિદ્ધિ સાથે ટ્રસ્ટે પોતાની સેવાયાત્રામાં એક નવો ઐતિહાસિક અધ્યાય ઉમેર્યો છે. જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિ દરમિયાન ટ્રસ્ટ દ્વારા લોકો માટે કરવામાં આવેલી સેવાકીય કામગીરીની પણ નોંધ લેવાઈ હતી. આ કામગીરી બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટ્રસ્ટનું સન્માન કરાયું હતુ. ગામ ખાતે ઉત્સવની રાત – પ્રિ-નવરાત્રી ગરબાના આયોજન દરમિયાન સુરત રેન્જના રેન્જના આઈ.જી. પ્રેમવીરસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા હાજર રહ્યા હતા. બંને ઉચ્ચ અધિકારીઓએ ટ્રસ્ટની ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવવાની સિદ્ધિને બિરદાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *