Surat: ટેક્સટાઇલ માર્કેટમાં વધુ એક મોટું પેમેન્ટ કૌભાંડ! સચિનના યાર્ન વેપારી સાથે ₹10.41 કરોડની ઠગાઈ આચરી કતારગામના પટેલ બંધુઓ ફરાર

📅 Published: October 12, 2026 | 📂 Category: Surat

કાપડ ઉદ્યોગના પાટનગર ગણાતા સુરત શહેરમાં વેપારીઓ સાથે છેતરપિંડી અને પેમેન્ટ ન ચૂકવવાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. સચિન જીઆઈડીસી વિસ્તારમાં યાર્નનો વ્યવસાય કરતા એક પ્રતિષ્ઠિત વેપારી સાથે કતારગામના બે પટેલ બંધુઓએ મળીને રૂપિયા 10.41 કરોડથી વધુની જંગી ઠગાઈ આચરી હોવાની સનસનાટીભરી ફરિયાદ સામે આવી છે. આરોપીઓએ મોટો જથ્થો ખરીદી વિશ્વાસ કેળવ્યા બાદ છેલ્લે ચૂકવણું કર્યા વિના તમામ સંપર્કો તોડી નાસી છૂટતાં સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ભારે ખળભળાટ વ્યાપી ગયો છે.

1 વર્ષથી માલ ખરીદી વિશ્વાસ કેળવ્યો, પછી પેમેન્ટ અટકાવ્યું

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, કતારગામ વિસ્તારમાં રહેતા પટેલ બંધુઓએ આ કૌભાંડ આચરવા માટે સુનિયોજિત કાવતરું ઘડ્યું હતું.આરોપીઓએ છેલ્લા એક વર્ષ દરમિયાન સચિનના યાર્ન વેપારી પાસેથી પોતાના તેમજ વિવિધ વેપારીઓના નામે મોટા પાયે યાર્નનો માલ ખરીદ્યો હતો.શરૂઆતના સમયગાળામાં નિયમિત પેમેન્ટની ખાતરી આપી વિશ્વાસ સંપાદિત કર્યો હતો, પરંતુ ત્યારબાદ કરોડો રૂપિયાનો યાર્નનો માલ મેળવી લીધા પછી પેમેન્ટ ચૂકવવામાં ગલ્લાંતલ્લાં શરૂ કર્યા હતા.વેપારીએ જ્યારે બાકી નીકળતી ₹10,41,00,000થી વધુની રકમની ઉઘરાણી તેજ કરી, ત્યારે પટેલ બંધુઓએ તમામ મોબાઈલ નંબરો બંધ કરી દીધા હતા અને પોતાના વ્યવસાયિક સ્થળો તેમજ રહેઠાણ છોડીને ફરાર થઈ ગયા હતા.

ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ બાદ તપાસ

છેતરાયેલા યાર્ન વેપારીએ આખરે ન્યાય મેળવવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના દ્વાર ખખડાવ્યા હતા.ગુનાની ગંભીરતા અને રકમ કરોડોમાં હોવાથી સમગ્ર મામલાની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (આર્થિક ગુના નિવારણ શાખા – EOW) ને સોંપવામાં આવી છે.પોલીસે આરોપી પટેલ બંધુઓ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:Ahmedabad News: ઈ મેમો ના ભર્યો હોય તો ભરી દેજો, નિયમભંગ કરનારા સામે રાજ્યની તમામ RTO મેદાને



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *