સુરતમાં AI ટેકનોલોજીનો દુરુપયોગ કરી અશ્લીલ ફોટો અને વીડિયો વાયરલ કરવાના કેસમાં ડિંડોલી પોલીસે ભૂમિકા ધર્મેશભાઈ ધુલિયા નામની મહિલાની ધરપકડ કરી છે, જેણે અગાઉ પોતાના પ્રેમીનું સગપણ ફરિયાદી યુવતી સાથે નક્કી થતાં તેની અદાવતમાં આ ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને હાલ પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.
મહિલાની ડિંડોલી પોલીસે ધરપકડ કરી
ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયા પર એઆઈનો દુરુપયોગ કરીને યુવતી અને તેની માતાનો બિભત્સ ફોટો બનાવી વાયરલ કરવાનો કિસ્સો તપાસનો વિષય બન્યો છે. ઈન્સ્ટાગ્રામ પર અલગ-અલગ ફેક આઈડી બનાવી ફરિયાદી યુવતી તથા તેની માતાના AI જનરેટેડ અશ્લીલ ફોટો અને વીડિયો વાયરલ કરનાર મહિલાની ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે.
અદાવત રાખીને ભૂમિકાએ આ કૃત્ય કર્યું
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ,ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક યુવતી અને તેની માતાના ફોટો ઈન્સ્ટાગ્રામ પર ન્યૂડ ફોટો અપડેટ કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસે તપાસના અંતે ન્યૂડ ફોટો અપડેટ કરનારી આરોપી મહિલા ભૂમિકા ધર્મેશભાઈ ધુલિયાને ઝડપી પાડી હતી.ભૂમિકા સાથે અગાઉ ફરિયાદી યુવતીના મંગેતર સાથે પ્રેમસંબંધ હતો ત્યારબાદ તેના પ્રેમીનું સગપણ ફરિયાદી યુવતી સાથે થતાં તેની અદાવત રાખીને ભૂમિકાએ આ કૃત્ય કર્યું હતું.
