Ahmedabad News: ઈ મેમો ના ભર્યો હોય તો ભરી દેજો, નિયમભંગ કરનારા સામે રાજ્યની તમામ RTO મેદાને

📅 Published: October 12, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વાહનવ્યવહાર વિભાગ દ્વારા શુક્રવારથી એક વિશેષ સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરાઇ છે.આ ઝુંબેશ અંતર્ગત અમદાવાદ સહિત રાજ્યની તમામ 39 આરટીઓ કચેરીઓના ઇન્સ્પેક્ટરો સતત રોડ ચેકિંગ હાથ ધરશે.ખાસ કરીને બાકી ઈ-મેમો, વ્હાઇટ નંબર પ્લેટ ધરાવતા એગ્રીગેટર વાહનો તેમજ સ્કૂલવર્ધીના વાહનો સામે કડક પગલાં લેવામાં આવશે.છેલ્લા બે દિવસથી સર્વરની ટેકનિકલ સમસ્યાના કારણે કચેરીઓમાં અરજદારોના કામકાજમાં ભારે અડચણો ઊભી થઈ રહી છે અને અરજદારો પરેશાન થઈ ગયા છે. 

ઈ-મેમો હેઠળ બાકી રહેલી વસૂલાત કરાશે

રાજ્યમાં દોડતી કેટલીક પેસેન્જર રિક્ષાઓમાં ગેરકાયદે રીતે માલસામાનની હેરફેર કરવામાં આવે છે. આવી રિક્ષાઓ ઝડાપાશે તો સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વાહનવ્યવહાર કમિશનરે ઈ-મેમો હેઠળ બાકી રહેલી વસૂલાત ઝડપથી પૂર્ણ કરવા તમામ ઈ-ઇન્સ્પેક્ટરોને તાકીદ કરી છે. આ સિવાય, રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ વચ્ચે વ્હાઇટ નંબર પ્લેટવાળા ટુ-વ્હીલર દ્વારા કેબ-એગ્રીગેટર તરીકે થતી કામગીરી સામે પણ દંડાત્મક પગલાં લેવાશે. સ્કૂલ રિક્ષા, વાન અને બસોનું ચેકિંગ પણ હાથ ધરાશે.  

વાહનની નંબર પ્લેટ પરથી બાકી દંડની વિગતો મેળવાશે

જેમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડ્યા હશે તો સ્થળ પર જ મેમો ફાળવવામાં આવશે. તપાસ દરમિયાન જો કોઈપણ વાહનના ઈ-ચલણ બાકી હોવાનું માલૂમ પડશે, તો સિસ્ટમ દ્વારા તે વાહનના દસ્તાવેજો ‘ડિજિટલ ઈમ્પાઉન્ડ’ (બ્લોક) કરી દેવામાં આવશે. વાહનની નંબર પ્લેટ પરથી બાકી દંડની વિગતો મેળવીને ઓનલાઇન દસ્તાવેજો ફ્રીઝ કરી દેવાશે. આના પરિણામે વાહનચાલક જ્યારે પણ ઈન્સ્યોરન્સ, ફિટનેસ સર્ટિફિકેટ, પીયુસી કે વાહનના પુરાવા રીન્યૂ કરાવવા જશે, ત્યારે સિસ્ટમમાં સ્ટેટસ ‘બ્લોક’ બતાવશે.

આ પણ વાંચોઃ Chhota udepur : છોટાઉદેપુર નગર પાલિકાના વૉર્ડ નં. 4ની પેટાચૂંટણી યોજાઈ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *