બોટાદ શહેરના ભાવનગર રોડ વિસ્તારમાં આવેલી દ્વારકાનગરી-2 સોસાયટી ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આદ્યશક્તિ માતાજીની પૂજા-અર્ચના કરીને આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ બહેનો, બાળકો અને માતાઓએ ઉત્સાહભેર ગરબે રમ્યા હતા. સોસાયટીના લોકો દ્વારા ફટાકડા ફોડીને મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
બોટાદની દ્વારકાનગરી-2 સોસાયટીમાં નવરાત્રી મહોત્સવ યોજાયો:ભાવનગર રોડ વિસ્તારના લોકોએ માતાજીની પૂજા-આરતી કરી ગરબે ઘૂમ્યા
📅 Published: October 12, 2026 |
📂 Category: gujarati-news
