Stock Market Opening: નવરાત્રિના આરંભે ધનવર્ષા, બજારમાં તેજી, સેન્સેક્સ 298 પોઈન્ટના વધારે સાથે ખૂલ્યો

📅 Published: October 12, 2026 | 📂 Category: Business

ભારતીય શેરબજાર સોમવાર, 12 ઓક્ટોબરના રોજ શરૂઆતના કારોબારમાં તેજીના સંકેતો બતાવી રહ્યું છે. ભારતમાં અત્યારે નવરાત્રિ તહેવારની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે નવરાત્રિના આરંભ સાથે જ બજાર પણ સકારાત્મક વલણ બતાવી રહ્યું છે. નવા સપ્તાહની શરૂઆત સકારાત્મક રીતે થઈ છે. BSEનો 30 શેરનો સંવેદનશીલ સૂચકાંક, સેન્સેક્સ, 298 પોઈન્ટ વધીને 72,771 પર ખુલ્યો. દરમિયાન, NSEનો 50 શેરનો બેન્ચમાર્ક સૂચકાંક, નિફ્ટી, સોમવારે ટ્રેડિંગ દિવસે 72 પોઈન્ટ વધીને 22,593 પર ખુલ્યો. ઉલ્લેખનીય છે કે  ગતસપ્તાહે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. શુક્રવારે સેન્સેક્સ 879.09 પોઇન્ટના વધારા સાથે 72,472.33 અંકે બંધ થયો જ્યારે નિફ્ટી +288.65 પોઇન્ટના વધારા સાથે 22,520.45 અંકે બંધ થયો હતો. 

બજારમાં આજે આ શેરો પર નજર રહેશે

શુક્રવારે, આઇટી શેરોમાં ખરીદી અને ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈને કારણે બજારમાં મજબૂતી જોવા મળી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના એક્શન બાદ પણ આઇટી શેરમાં શુક્રવારે તેજી જોવા મળી.  એવન્યુ સુપરમાર્ટ્સ: સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 7.6 ટકા વધીને રૂ. 804 કરોડ થયો.

પૂનાવાલા ફિનકોર્પ: બીજા ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે લગભગ પાંચ ગણો વધીને રૂ. ૩૭૫ કરોડ થયો.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા: તેના બિઝનેસ અપડેટમાં, કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે 19.2 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે.

કેન ફિન હોમ્સ: ત્રિમાસિક નફો વાર્ષિક ધોરણે 9.2 ટકા વધીને રૂ. 275 કરોડ થયો.

TCS: કંપનીના ત્રિમાસિક પરિણામોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત આવકનું યોગદાન દર્શાવ્યા પછી, IT સ્ટોકમાં રોકાણકારોનો રસ અકબંધ રહી શકે છે.

આજે સવારે 8.20 વાગ્યે, GIFT નિફ્ટી 22,636 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ નિફ્ટી 50 માટે તેના અગાઉના બંધ 22,520.45 ની સરખામણીમાં સકારાત્મક શરૂઆતનો સંકેત આપે છે. બજારની ભાવિ દિશા શરૂઆતની તેજી પછી ખરીદીની ગતિ કેટલી મજબૂત રહે છે તેના પર નિર્ભર રહેશે.

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો

આંતરરાષ્ટ્રીય સ્તરે, બ્રેન્ટ ક્રૂડના ભાવ 1.6% ઘટીને પ્રતિ બેરલ 103 ડોલર થયા. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, રશિયા અને યુક્રેન ઊર્જા સ્થાપનો પર હુમલા રોકવા સંમત થયા છે. ભારતીય રિઝર્વ બેંકે રૂપિયાને ટેકો આપવા અને વિદેશી વિનિમય બજારમાં દબાણ ઓછું કરવા માટે નવા પગલાંની જાહેરાત કરી છે. જયારે સ્થાનિક સંસ્થાકીય ખરીદીએ બજારને ટેકો આપ્યો, ત્યારે વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણ બજારની તેજી માટે એક મોટો પડકાર રહ્યો.

આ પણ વાંચો : PF Withdrawal: પ્રોવિડન્ટ ફંડના પૈસા ઉપાડનારાઓ માટે મોટા સમાચાર, હવે આ ફોર્મ ભરવાનું બંધ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *